Tuesday, April 12, 2011

Gujarat University Exams 2011 - ત્રીજા તબક્કા ની પરીક્ષામાં ૨૦ ફલાઇંગ સ્કવોર્ડ અને ૫૭૪ ઓબ્ઝર્વર

યુનિ. દ્વારા શંકાસ્પદ અને સંવેદનશીલ કેન્દ્રો પર થતી ગેરરીતિ અટકાવવા આકસ્મિક ચેકગ કરવાની યોજના.

ગુજરાત યુનિ. સંલગ્ન કોલેજોમાં આવતીકાલથી ત્રીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થવાનો છે. જેમાં ટી.વાય.બીએ., બી.કોમ, બી.એડ્ સહિતની વિવિધ વિદ્યાશાખાના કુલ ૬૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઊપસ્થિત રહેશે.

અમદાવાદ શહેર સહિત બહારના વિસ્તારો સહિત ૨૬૮ જેટલા કેન્દ્રો પરથી યુનિ.ની ત્રીજા તબક્કાની પરીક્ષા યોજાશે ત્યારે અમદાવાદના ૩૮૩૯૭ વિદ્યાર્થીઓ અને અન્ય વિસ્તારમાંથી ૨૨૨૧૧ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

જેમાં ૨૦ ફલાઇંગ સ્કવોર્ડ અને ૫૭૪ ઓબ્ઝર્વર રહેશે. પ્રાપ્ત માહિતી અનુસાર આવતીકાલથી ગુજરાત યુનિર્વિસટીની ત્રીજા તબક્કાની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે ત્યારે બીજા તબક્કાની પરીક્ષાઓમાં યુનિર્વિસટી સંલગ્ન કોલેજોના સંચાલકો અને અધ્યાપકોને બીજા તબક્કાની પરીક્ષામાં ચોરીના કેસ ન પકડવા માટે તાકીદ કરવામાં આવી હતી ત્યારે ત્રીજા તબક્કાની પરીક્ષામાં હવે યુનિર્વિસટી સંલગ્ન કોલેજોના સંચાલકો અને અધ્યાપકોને દબાણ કરવામાં આવે તેવી સંભાવના છે ત્યારે આવતીકાલથી શરૂ થનારી ત્રીજા તબક્કાની પરીક્ષામાં કુલ ૬૦૬૦૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

જેમાં અમદાવાદમાંથી ૩૮૩૯૭ વિદ્યાર્થીઓ અને અન્ય વિસ્તારમાંથી ૨૨૨૧૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ત્યારે કુલ ૨૬૮ કેન્દ્રો પર પરીક્ષા લેવાશે. જેમાં અમદાવાદમાં ૧૦૬ કેન્દ્રો અને અન્ય વિસ્તારમાં ૧૬૨ કેન્દ્રોનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીઓ પર નજર રાખવા ૨૦ ફલાઇંગ સ્કવોર્ડ અને ૫૭૪ ઓબ્ઝર્વરની નિમણૂક કરાઇ છે.

જેમાં ટી.વાય.બી.એ. ટી.વાય.બી.કોમ, બી.એડ્ એમ.એડ, ફર્સ્ટ બી.એસ.સી, થર્ડ બી.એસ.સી, સેકન્ડ બી.બી.એ, થર્ડ બી.સી.એ સહિતની વિવિધ વિદ્યાશાખાની પરીક્ષાઓ યોજાશે. ત્રીજા તબક્કાની પરીક્ષા બાદ અંદાજે ૨ લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થશે ત્યારે દર વર્ષે ઊત્તરવહી ચકાસણીમાં સિનિયર અધ્યાપકો નહ જતા હોવાના અહેવાલના પગલે વિદ્યાર્થીઓનાં પરિણામ મોડા જાહેર થવાની અટકળો શરૂ થઇ ગઇ છે પરંતુ આ વર્ષે યુનિર્વિસટીની તમામ પરીક્ષાઓના પરિણામો સમયસર જાહેર થશે તેવો યુનિ. સત્તાવાળાઓનો દાવો છે.

No comments:

Post a Comment