Thursday, April 14, 2011

Ahmedabad Railwasy Stataion - પાર્સલ બુકગ કરાવવા માટે પણ દલાલોને રૂપિયાઆપવાપડે છે

દલાલો રોજના હજારો રૂપિયા કમાય છે રેલવે પર ૨૪ કલાક હાજર રહેતા દલાલો એક દિવસમાં હજારો રૂપિયાની કમાણી કરી લે છે.

એક પાર્સલ બુકગના ૫૦૦થી લઇને ૧૨૦૦ રૂપિયા સુધી મુસાફરો પાસેથી ખંખેરે છે. દરેક કામ માટે દલાલ તો હોય છે જ ટિકિટ માટે એજન્ટને પકડવો પડે પાર્સલ માટે દલાલને જગ્યા માટે કુલીને આમ રેલવે સ્ટેશન પર ૫૦૦ રૂપિયાનું કામ ૧૫૦૦માં પડે છે. અને મજબૂરીમાં મુસાફરોએ કરાવવું પણ પડે છે. જેમાં રેલવે પોલીસ, રેલવે કર્મચારી, રેલવે અધિકારી બધાને મલાઇ જેવી આવક થાય છે. આ બધું તેઓની મૂક સંમતિથી જ ચાલે છે.

૫૦૦ થી ૧૨૦૦ રૂપિયા લેતા દલાલો રેલવેમાં નાનામાં નાના કર્મચારીથી મોટામાં મોટા અધિકારીને ભાગ આપે છ.

રેલવે તંત્રમાં નાનામાં નાના પાર્સલ માટેના બુકગ માટે પણ દલાલોને ભાઇ-બાપા કહેવું પડે છે અને દલાલો તકનો લાભ ઊઠાવી બુકગ માટે આવતા લોકોની પાસેથી ભરપેટ પૈસા ખંખેરે છે. છતાં તંત્ર સાવ નીરસ બનીને દેખતું રહે છે. કારણ કે દલાલો પાસેથી તેમને પણ મલાઇ મળતી હોય છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કાલુપુર રેલવે સ્ટેશને પાર્સલ બુકગ માટે આવતા મુસાફરો રેલવે કર્મચારીઓથી કંટાળી ગયા છે.

સામાન્યમાં સામાન્ય પાર્સલના બુકગ માટે પણ મુસાફરોએ દલાલને ૫૦૦થી ૯૦૦થી ૧૨૦૦ રૂપિયા વધુ આપવા પડે છે. પાર્સલ માટેના ફોર્મમાં કર્મચારીઓ દ્વારા ભૂલો કાઢવામાં આવે છે. સામાન્ય મુસાફરને ખબર ના હોવાથી તે લોકોને મજબૂરીમાં દલાલોનો સહારો લેવો પડે છે. દલાલો પણ આ લોકોની રાહ જોઇને જ ઉભા હોય છે. કારણ કે રેલવે કર્મચારીઓ જાણી-જોઇને મુસાફરોને હેરાન કરે છે.

જેથી તેઓ દલાલ પાસે જાય દલાલને મળતા રૂપિયામાં રેલવે કર્મચારીથી લઇ અધિકારી સુધી બધાનો ભાગ હોય છે. વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે રેલવેમાં આ મલાઇ જેવી કમાણી છે કારણ કે રેલવે પાર્સલ બુકગનોભાવ ઓછો હોય છે માટે મુસાફરો અહ જ આવે છે અને દલાલો તેનો લાભ લે છે. તો કર્મચારીઓ અને અધિકારીઓને પગાર ઊપર વધારાની કમાણી મળી જાય છે. તો બીજી બાજુ પાર્સલ આૅફિસમાં કામ કરતાં
કર્મચારીઓ પાર્સલના વજનોમાં ગોટાળા કરે છે. રેલવેને મોટું નુકસાન ભોગવવું પડે છે જેથી રેલવેને તો નુકસાન થાય છે. પરંતુ દલાલો દ્વારા અધિકારીઓને લાભ થાય છે. જયારે બિચારા સામાન્ય મુસાફરો ખુલ્લેઆમ છેતરાય છે.

આ સંદર્ભે રેલવે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે.

No comments:

Post a Comment