Saturday, April 9, 2011

Ahmedabad Municipal Corporation - ત્રણ વિસ્તારમાં સ્પોર્ટ્સ સંકુલની મે મહિનાથી શરૂઆત




આંબાવાડી
, રાણિપ અને રાયપુરના સ્પોર્ટ્સ સંકુલમાં રિનોવેશન ચાલુ - ૧૫૦ સભ્યોનો સ્ટાફ જરૂરી - ઓઢવ અને ઘોડાસરમાં સ્પોર્ટ્સ સંકુલ શરૂ કરવા વિચારણા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સ્પોર્ટ્સ સંકુલ ગણાં વર્ષોથી કાર્યરત હતા નહિ જયાં હાલમાં
શહેરના ત્રણ વિસ્તારમાં સ્પોર્ટ્સ સંકુલમાં રીનોવેશન અને જુદી-જુદી રમતોના નવનિર્માણનું કામ ચાલી રહ્યું
છે. આ સ્પોર્ટ્સ સંકુલ મે મહિનામાં શરૂ થશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ વર્ષથી આ સ્પોર્ટ્સ સંકુલથી અમદાવાદીઓ ઊપયોગ કરવામાં વંચિત રહી ગયા હતા જેનો હવે અમદાવાદીઓ ઊપયોગી કરી શકશે. અત્યારે હાલમાં અમ્યુકો આંબાવાડી, રાણિપ અને રાયપુરમાં આવેલા સ્પોર્ટ્સ સંકુલમાં રીનોવેશન ઊપરાંત સુવિધાઓમાં સ્વિમગપુલ,
જિમ્નેશિયમ, સ્કેટગ રક અને વોલીબોલ અને ટેનિસ કોર્ટનો સમાવેશ થાય છે.

આંબાવાડી, રાણિપ અને રાયપુર સ્થિત સ્પોર્ટ્સ સંકુલ મે મહિનામાં ચાલુ થાય તેવી ધારણા છે. ઈન્ડોર ગેમ્સમાં ટેબલ ટેનિસ, કેરમ અને ચેસ જેવી રમતો પણ રહેશે.

ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશ્નર એસ.કે. લાંગાએ જણાવ્યું હતું કે આંબાવાડી, રાણિપ અને રાયપુરના સ્પોર્ટ્સ સંકુલ મે મહિનામાં શરૂ થશે.

અમે આ સુવિધાઓનો એક સામાન્ય પણ ઊપયોગ કરી શકે તેવું ઈચ્છીએ છીએ. અત્યાર સુધી આ સ્પોર્ટ્સ સંકુલમાં ટ્રેઇનર્સ અને કોચના સ્ટાફનો અભાવ હોવાથી પરિણામ જોઇએ એવું મળતું નહોતું પરંતુ રીનોવેશન બાદ આ ત્રણ સંકુલમાં હાલમાં કુલ ૧૫૦ લોકોની જરૂરિયાત છે.

હવે સત્તાધીશો દ્વારા ટ્રેઇનર્સ, કોચ અને સપોર્ટીંગ સ્ટાફની નિમણૂક કરવામાં આવશે.લાંગાએ વધુમાં ઊમેર્યું હતું કે અમે હાલમાં પ્રથમ રાઊન્ડમાં ૮૦ જેટલા વ્યકિતઓની નિમણૂક કરીશું ત્યારબાદ સિવિક ઓથોરિટી નવા બે સ્પોર્ટ્સ સંકુલ ઓઢવ અને ઘોડાસરમાં ખોલવા માટે પણ વિચારણા કરી રહ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ મલ્ટી-એકટીવિટી કોમ્પ્લેકસોના વિકાસ પાછળ રૂા. ૩૫ કરોડનો ખર્ચ
કરશે.

No comments:

Post a Comment