Wednesday, April 6, 2011

પેપર તપાસવાની કામગીરી માંગુલ્લી મારનારા શિક્ષકો દંડાશે

ધો. ૧૦ના સોશિયલ સાયન્સના પેપર તપાસવાની કામગીરી નિયત સમયમાં પૂર્ણ કરી દેવામાં આવી છે. શિક્ષકોની અછતવચ્ચે પણ રોજના ૧૫૦૦૦થી વધુ પેપરો તપાસવામાં આવ્યાઅને નિયતસમયમાં પેપરો તપાસવાની કામગીરી પૂર્ણ કરવામાંઆવી.

શિક્ષકોને પેપરો તપાસવામાં જે સમય આપવામાં આવ્યો હતો તેવા શિક્ષકોને રોજના ૫૦ ટકા જેટલા પેપરો તપાસીને પૂર્ણ કર્યા હતા. આમ પ્રથમ સોશિયલ સાયન્સના પેપરની તપાસવાની જે સમયમર્યાદા નક્કી કરાઇ હતી. તેમાં પેપર તપાસવાનું પૂર્ણ કરી દીધું છે.

ધો. ૧૦ અને ધો. ૧૨ના પેપરો તપાસવા માટે ખાસ પદ્ધતિ અપનાવવામાં આવી છે. ધો. ૧૦ અને ધો. ૧૨ની
બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ રીતેસમાપ્ત થયા બાદ હવે ગુજરાત માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક
શિક્ષણ બોર્ડને નિયત સમય-મર્યાદામાં પરિણામ જાહેર કરવાની ઊતાવળ છે તેથી ગુજરાત માધ્યમિક ઊચ્ચત્તર માધ્યમિક બોર્ડ ખાસ જાહેરાત કરી છે કે પેપર તપાસવાની કામગીરીમાં બીમારી કે અન્ય પ્રકારના ખોટા બહાના હેઠળ રજા પાડીને પેપર તપાસવાની કામગીરીમાં ગુલ્લી મારનાર શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ માટે રાજયમાં ૧૨૦ ઊત્તરવહી મૂલ્યાંકન કેન્દ્રો જયારે ધો. ૧૨ માટે ૧૦૦ જેટલા ઊત્તરવહી મૂલ્યાંકન કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. ધો. ૧૦ અને ધો. ૧૨ની (સામાન્ય પ્રવાહ)ની પરીક્ષા ૩૧ માર્ચ પૂર્ણ થઇ હતી.

જયારે ધો. ૧૨ (સાયન્સ)ની પરીક્ષા દસ દિવસ પહેલાં પૂર્ણ થઇ હતી. થોડા સમયમાં જ ઊત્તરવહી ચકાસણીની કામગીરીમાં ૨૫૦૦૦ શિક્ષકો જોડાશે. જેમાં ૨૫૦૦૦ પૈકી ૧૦ ટકા શિક્ષકો ગેરહાજર રહે છે જેના ૨૫ ટકા શિક્ષકો સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોના હોય છે.બોર્ડ દ્વારા તમામ ગેરહાજર શિક્ષકોને નોટિસ મોકલવામાં આવશે.

રજા પાછળનું યોગ્ય કારણ જણાવવામાં નિષ્ફળ રહેનારાઓ સામે કડક કાર્યવાહી થશે.અને શિક્ષકો સામે દંડ અને તેમને ફરજ પરથી સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી થઇ શકે છે.

No comments:

Post a Comment