Friday, April 29, 2011

Narendra Modi News - સુરત-અમદાવાદની ફલાઇટનું ઊદ્ઘાટન કરશે

મોદી અને સૌરભ પટેલ સાથે ઊદ્યોગપતિઓ ફલાઇટમાં બેસી મુસાફરી કરશે.

અર ડેક્કન કંપનીના કેપ્ટન પણ હાજર રહેશે - બંને ફલાઇટોનું ૨૯મી એપ્રિલે ઊદ્ઘાટન થશે.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અૅરકંપની ડેક્કન-૩૬૦ના કેપ્ટન ગોપીનાથની હાજરીમાં તા. ૨૯મી એપ્રિલે ગુજરાત રાજયની આંતરિક પ્રથમ ફલાઇટ સુરતથી ભાવનગર ફલાઇટનું પણ ઊદ્ઘાટન કરશે અને સુરતથી ભાવનગર ફલાઇટનું પણ ઊદ્ઘાટન કરશે.

આ આંતરિક ફલાઇટ સુવિધા રાજયમાં પ્રથમ વખત અૅર ડેક્કન કંપની દ્વારા ચાલુ થશે. જેમાં ગુજરાત પ્રવાસન
વિભાગ અને ગુજરાત સરકાર સિવિલ એવીએશન વિભાગે અર ડેક્કન કંપની સાથે સંકલન કર્યું છે.

સરકારના વિભાગે અર ડેક્કન કેપ્ટન જીઆર ગોપીનાથની નવી કંપની ડેક્કન-૩૬૦ આંતરિક રાજયના શહેરો વચ્ચે જેવા કે સુરત અને અમદાવાદ, રાજકોટ, ભાવનગર, પોરબંદર, ભુજ, મુંદ્રા, જામનગર, ગાંધીધામ,
વડોદરા અને જૂનાગઢ વચ્ચે અર ર્સિવસીસની શરૂઆત કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.

૧લી મે ના રોજ રાજયના ૧૧ મહત્ત્વના શહેરોમાં રાજયની આંતરિક અૅર કનેકિટવીટી ટુ સિટર-૬૦ એટીઆર ટર્બો પ્લેન દ્વારા શરૂ કરવામાં આવશે.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને રાજયના સિવિલ એવીએશન અને ઈન્ડ્સ્ટ્રીઝના મંત્રી સૌરભ પટેલ બંને ફલાઇટમાં સફર કરશે. મોદી સુરતથી અમદાવાદની ફલાઇટ જયારે સૌરભ પટેલ સુરત અને ભાવનગર ફલાઇટમાં ઉડાણ કરશે.

આ બંને ફલાઇટમાં ડાયમંડ ટેકસટાઇલ, કેમિકલ સેકટર અને ગુજરાત ચેમ્બર આફ કોમર્સ અને ઈન્ડસ્ટ્રીયલ
દ. ગુજરાતના સભ્યોનું ઊદ્યોગપતિઓનું ડેલિગેશન આ પ્રથમ આંતરિક રાજયના શહેરોની અૅર ફલાઇટની
સુવિધામાં સુરતથી અમદાવાદ અને સુરતથી ભાવનગર ફલાઇટમાં મોદી અને સૌરભ પટેલ સાથે બેસી ફલાઇટની મુસાફરીની મજા માણશે.

ગુજરાતમાં ફલાઇટની આંતરિક ઉડાનથી ગુજરાતના વેપારીઓ, ઊદ્યોગપતિઓ અને પ્રજાને એક જગ્યાએથી
બીજી જગ્યાએ ઝડપી પહાચવામાં સરળતા રહેશે.

No comments:

Post a Comment