Saturday, April 9, 2011

Gujarat State Population 2011 - વસ્તીનાવાદ્ધિદરમાં દસ વર્ષમાં ઘટાડો નાધાયો

અમદાવાદ, વડોદરા અને સુરતમાં રાજયની ૨૯ ટકા વસ્તી છે.

રાજયની વસ્તીના વર્ષ ૨૦૦૧થી ૨૦૧૧ દરમિયાનના દસ વર્ષીય વાૃદ્ધિદરમાં ૩.૪૯ ટકાનો ઘટાડો નાધાયો છે. ૧૯૯૧-૨૦૦૧ના ૨૨.૬૬ ટકાના સ્તરેથી ઘટીને હાલમાં ૧૯.૧૭ ટકા થયો છે. જો વસ્તીનો દર ૧૯૯૧-૨૦૦૧ના ધોરણે ચાલુ રહ્યો હોત તો ગુજરાતની વસ્તી વધીને અંદાજે ૬,૨૧,૫૩,૦૬૯ થઇ હોત તેવું રાજયના ચીફ સેક્રેટરી એ.કે. જોતીએ જણાવ્યું હતું. વસ્તી ગણતરીના આંકડા આપતા મનિષ ભારદ્વાજે જણાવ્યું હતું કે ગુજરાતની કુલ વસ્તી ૬,૦૩,૮૩,૬૨૦ થઇ છે જેમાં ૩,૧૪,૮૨,૨૮૨ પુરુષો અને ૨,૮૯,૦૧,૩૪૬ જેટલી મહિલાઓનો સમાવેશ થાય છે.

સૌથી વધુ વસ્તી ધરાવતા ત્રણ જિલ્લા અમદાવાદ, વડોદરા અને સુરત રાજયની ૨૯ ટકા વસ્તી ધરાવે છે. ગુજરાતમાં ૦.૬ વય જૂથની વસ્તી ૭૪૯૪૧૭૬ છે. જે ૨૦૦૧ની વસ્તીના પ્રમાણમાં ૩૮૨૮૮ ઓછી છે જયારે
સ્ત્રીઓની વસ્તીના ઘટાડા ૧૨૩૬૬ની તુલનામાં પુરુષોની વસ્તીમાં ઘટાડો ૨૫૮૬૨ વધારે છે.

સુરત અને અમદાવાદ જિલ્લાને બાદ કરતાં ગુજરાત રાજયનો જાતિ પ્રમાણ દર ૯૩૯ અને સુરત અમદાવાદ અને કચ્છ જિલ્લાને બાદ કરતા રાજયનો જાતિ પ્રમાણે દર ૯૪૦ છે.

No comments:

Post a Comment