Friday, April 29, 2011

Gujarat Universiry News 2011 - આગામી સત્ર થી ‘ચોઇસ બેઇઝક્રેડિટ’ સિસ્ટમ અમલમાં

પહેલા ૩૫ ગુણે પાસ થતા વિદ્યાર્થીઓ હવે ૩૬ ગુણથી જ પાસ થઇ શકશે.

ગુજરાત યુનિ.દ્વારા આગામી જૂન મહિનાથી સેમેસ્ટર પધ્ધતિ અમલમાં આવનારી છે. જે સેમેસ્ટર પધ્ધતિ એટલે સ્નાતક કક્ષાએ અમલ થનાર ચોઇસ બેઇઝ ક્રેડિટ સિસ્ટમનું માળખું તરીકે ઓળખવામાં આવશે.

જેમાં વિદ્યાર્થીઓને ત્રણ વર્ષના અભ્યાસક્રમ દરમિયાન ૬ સેમેસ્ટર ભણવાનાં રહેશે. આ પધ્ધતિમાં ૩૫ ગુણને બદલે ૩૬ ગુણથી ઓછા ગુણ લાવનાર વિદ્યાર્થીને નાપાસ જાહેર કરવામાં આવશે.

આ ઊપરાંત સૌથી ઊંચો ફર્સ્ટ કલાસ વિથ ડિસ્ટિકશન ઓપ્લસ અને સૌથી નિમ્ન એટલે કે નાપાસ થનાર વિદ્યાર્થીઓને ડી ગ્રેડ એનાયત કરાશે. જુદાં-જુદાં અભ્યાસક્રમમાં ૩૧ થી ૫૪ વિષયોનું શિક્ષણ આપવામાં આવનાર હોવાથી વિદ્યાર્થીને ત્રણ વર્ષના શિક્ષણ કાર્યથી ચાર વર્ષની ઓનરની ડિગ્રી મળશે.

ચોઇસ બેઇઝ ક્રેડિટ સિસ્ટમમાં અમલ આવનાર નવા માળખા મુજબ કોમર્સ, સાયન્સ, બીસીએ અને બીબીએમાં ૧૫૦ ક્રેડિટ આર્ટ્સમાં ૧૫૬ ક્રેડિટ, એજયુકેશન ૧૬૦ ક્રેડિટ અને લા માં ૧૪૪ ક્રેડિટ રહેશે.

આ ક્રેડિટ ત્રણ માટે રહેશે જેના આધારે ગ્રેડ નક્કી થશે. તમામ વિદ્યાર્થીઓને ડિગ્રી પણ અપાશે. વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષમાં અભ્યાસક્રમ દરમિયાન ૬ સેમેસ્ટર ભણવાનાં રહેશે.

1 comment:

  1. I am curious to find out what blog platform you happen to be working with?
    I'm experiencing some small security problems with my latest blog
    and I'd like to find something more secure. Do you have any solutions?


    Stop by my blog - Aptitude Test ()

    ReplyDelete