Thursday, April 7, 2011

Gujarat Education - બાળકોની કારકિર્દીની ધારણા માટે ફગર પ્રિન્ટથી ટેસ્ટ

બ્રેઇન માર્ક દ્વારા ડર્મેટોલોજિકસ મલ્ટિપલ ઈન્ટેલિજન્સ ટેસ્ટ રજૂ કરાયો.

ફગરપ્રિન્ટ દ્વારા બાળકની કારકિર્દીની ધારણા કરવા બ્રેઇન માર્ક તરફથી ડર્મેટોલોજિકસ મલ્ટિપલ ઈન્ટેલિજન્સ ટેસ્ટ (ડીએમઆઇટી) કન્સેપ્ટ રજૂ કરવામાં આવ્યો છે.

આ કન્સેપ્ટ દ્વારા થતા ટેસ્ટથી બાળકની ક્ષમતા અને ઊણપનો ખ્યાલ આવે છે. જેથી બાળકની કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી તે વિશે ધારણા કરી શકાય છે.

આ પરીક્ષણ વિશે બ્રેઇન માર્કના ડાયરેકટર હેતસ પંડ્યાએ જણાવ્યું હતું કે આ પરિસ્થિતિમાં ડર્મેટોલોજિકસ અને મલ્ટિપલ ઈન્ટેલિજન્સ એમ બે ટેસ્ટ કરવામાં આવે છે.

જે ફગરપ્રિન્ટના માધ્યમથી થાય છે. સુરતમાં ઘણી શાળાઓના બાળકો પર અમે આ ટેસ્ટ કર્યા છે અને તેનું સારં પરિણામ પણ મળ્યું છે. અમદાવાદની શાળાઓમાં પણ આગામી દિવસોમાં આ ટેસ્ટ કરવામાં આવશે.

તેમણે ઊમેર્યું હતું કે બ્રેઇન માર્કની હેડ ઓફિસ સુરત ખાતે સ્થિત છે.અમદાવાદમાં સેટેલાઇટ,મીઠાખળી ક્રોસરોડ વગેરે
પાંચથી છ વિસ્તારોમાં કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.

No comments:

Post a Comment