Thursday, April 14, 2011

Summer Coats in Ahmedabad - આ વર્ષે બજારમાંઆગમન

ફકત સ્ત્રીઓ એ જ નહિ પુરુષોએ
પણ સમરકોટને આવકાર્યા

જો કે આવી કાળઝાળ ગરમીથી બચવા માટે
અમદાવાદીઓ રોજ નવા નુસખા કરે છે
ત્યારે આ વર્ષે બજારમાં નવા આવેલા
‘સમરકોટ’ને અમદાવાદીની સ્ત્રીઓએ
સહર્ષતાથી સ્વીકારી લીધા છે ત્યારે
મહત્ત્વની બાબત એ છે કે ફકત સ્ત્રીઓએ જ
નહ પરંતુ પુરુષોએ પણ આ વર્ષે સમરકોટ
પહેરવાનું નક્કી કર્યું છે અને આ વર્ષે
બજારમાંથી ફકત સ્ત્રીઓ એ જ નહિ પરંતુ
પુરુષોએ પણ સમરકોટ ખરીદ્યા છે. આ
સમરકોટમાં મહત્ત્વની બાબત એ છે કે તે
પૂરેપૂરા વ્હાઇટ કલરના હોવાથી ગરમીનું
શોષણ કરતા નથી અને ગરમીને પરાર્વિતત
કરે છે આથી ગરમીથી થતા ત્વચાના રોગોને
પણ સીધું રક્ષણ મળે છે.

સમરકોટના ભાવ ૧૫૦થી લઇને ૪૫૦ સુધી છે ઃ સમરકોટ કોટનના કપડામાં જ મળે છે.

હાલના સમયમાં રાજયમાં કાળઝાળ ગરમીએ માઝા મૂકી છે ત્યારે હજુ તો અમદાવાદમાં ગરમી વધવાનો ડર લોકોને સતાવી રહ્યો છે. તેમાંય વળી અમદાવાદીઓ આ ગરમીથી બચવા માટે નીતનવા ગતકડાં કરવા માટે પણ જાણીતા છે પરંતુ આ વર્ષે  ગરમી જે ઝડપથી આવી છે અને જે ઝડપથી વધી રહી છે તે જોતાં લાગે છે કે જો કોઇ વ્યકિત બે દિવસ સુધી અમદાવાદના રસ્તાઓ પર ગરમી સામે રક્ષણનો એકપણ નુસખો અપનાવ્યા વગર ફરે તો તે સાજો ન રહે. અમદાવાદ જેમજેમ મેગાસિટી બનવા તરફ જઇ રહ્યું છે. તેમ તેમ અહ વસ્તી અને વાહનોની સંખ્યામાં પણ કૂદકે અને ભૂસકે વધારો થઇ રહ્યો છે.

આથી પોલ્યૂશન પણ વધી રહ્યું છે ત્યારે પોલ્યૂશન અને ગરમીથી પહાચી વળવા માટે લોકો શકય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળે છે પરંતુ જેને નોકરી ધંધો છે તે લોકો શું કરે આથી તેઓ શકય ત્યાં સુધી આંખો પર ચશ્મા, હાથમાં મોજાં અને મોં પર દુપટ્ટો બાંધીને નીકળે છે. હવે તો જો કે પુરુષો પણ હાથના મોજાં, ટોપી અને મ્હોએ રૂમાલ બાંધીને નીકળે છે.

ત્યારે વધી રહેલી ગરમીને પહાચી વળવા માટે આ વર્ષે હવે બજારમાં સમરકોટનું આગમન થયું છે. આ સમરકોટ એ પૂરેપૂરો વાઇટ કલરનો આવે છે. જે શિયાળના સ્વેટરની જેમ ટોપી સાથે હોય છે ત્યારે બજારમાં આ વર્ષે આવેલા આ સમરકોટના ભાવ ૧૫૦ થી લઇને ૪૫૦ સુધી ચાલે છે.

સમરકોટ વ્હાઇટ હોવાથી તે ગરમીનું શોષણ કરતો નથી અને ખરી ગરમીમાં જયારે બહાર ફરવાનું થાય છે ત્યારે તે તડકા સામે રક્ષણ આપે છે.

લાલ દરવાજા સ્થિત એક વેપારીને પૂછતાં તેણે જણાવ્યું હતું કે ‘સમરકોટ’ આ વખતથી નવા જ આવ્યા છે. તે મોટાભાગે કોટનના કપડાંના હોય છે. આથી લોકો તેને વધુ ખરીદે છે. જો કે બજારમાં આ વર્ષે જ સમરકોટ આવ્યા છે તેમછતાં લોકોએ તેને ખૂબ સારી રીતે વધાવી લીધા છે. તેમ છતાં પણ આ સમરકોટની માંગ ખાસ કરીને કોલેજમાં ભણતી છોકરીઓ અને નોકરી કરતી સ્ત્રીઓમાં વધારે છે. આ સમરકોટ છેક કમરથી નીચે સુધી અને પૂરેપૂરા હાથ ઢંકાય તે રીતે આવે છે અને સાથે ટોપી પણ હોય છે. આથી જે છોકરીઓ ઊનાળાની
ગરમીમાં દુપટ્ટા બાંધીને ફરે છે તેમને દુપટ્ટા બાંધવાને બદલે તેઓ આવા સમરકોટ લેવાનું વધારે યોગ્ય
માને છે.

સમરકોટ મોટાભાગે કોટનના અલગઅલગ કાપડમાં બજારમાં આવ્યા છે પરંતુ આ વખતે આ સમરકોટ ફકત
સ્ત્રીઓ જ ખરીદે છે. એવું નથી પણ પુરુષોએ પણ આવા સમરકોટ ખરીદ્યા છે દુપટ્ટા એકાદ મહિનામાં ફાટી
જતા હોય છે ત્યારે એક દુપટ્ટો આશરે ૧૦૦ થી ૧૫૦ સુધી પડે છે તેના કરતાં સમરકોટ લેવા વધારે સારો પડે છે.

આમ જોઇએ તો આ વર્ષે વર્કંિગ વુમને બજારમાં નવા આવેલા આ સમરકોટ સહર્ષ સ્વીકારી લીધા છે

No comments:

Post a Comment