Tuesday, April 12, 2011

Gujarat Marine Board - મરિન જીવસાષ્ટિની જાળવણી કરવા ઈન્ટિગ્રેટેડ કોસ્ટલ મેનેજમેન્ટ પ્રોજેકટ

ગીર ફાઊન્ડેશન દ્વારા વિશ્વબેન્કની મદદથી હાથ ધરનારા આ પ્રોજેકટથી મરિન જીવસાૃષ્ટિની વધુ સારી જાળવણી કરાશે.

ગુજરાતનાં દરિયામાં આવેલી મરીન જીવસાષ્ટિની જાળવણી માટે ગીર ફાઊન્ડેશન દ્વારા વિશ્વબેન્કની મદદથી ઈન્ટિગ્રેટેડ કોસ્ટલ મેનેજમેન્ટ પ્રોજેકટ હાથ ધરાયો છે.

આ પ્રોજેકટ દ્વારા મરીન જીવસાષ્ટિની વધુ સારી જાળવણી કરાશે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર ગીર ફાઊન્ડેશનને રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વન્ય જીવન અને દરિયાઇ જીવનને સંલગ્ન પર્યાવરણ પ્રોજેકટસ અને તે વિશેની સામાન્ય પ્રજા અને વન્ય જીવન સાથે સંકળાયેલા એનજીઓમાં
વધુ જાગાૃતિ અને કેળવણી મળી રહે તેવી પ્રવાૃત્તિઓ માટે દર વર્ષ પાંચ કરોડ રૂપિયાથી વધુ આિથક મદદ આપવામાં આવે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયામાં મેનગ્રોવલ અને કોરલરીકસની વધુ સારી સંભાળ અને જાળવણી થાય તે માટેના વિસ્તાત અભ્યાસ હાથ ધરવામાં આવ્યા છે.

આ ઊપરાંત સંસ્થા દ્વારા પર્યાવારણના શિક્ષણ અને સંશોધન માટેની કામગીરી રાજયમાં આવેલી ૭૦૦૦ જેટલી ઇકો - કલબસ દ્વારા કરવામાં આવે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં કોરલરીકસ (પરવાળા) અને મેન્ગ્રોવલ કે જે મરીન લાઇફ માટે સર્પોટ સિસ્ટમ છે. તેનું વધુ વિગતવાર અભ્યાસ કરવા ગીર ફાઊન્ડેશન ખાતે આવેલી લેબોરેટરી ખાતે
વધુ સુવિધાઓ ઉભી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ગીર ફાઊન્ડેશન દ્વારા હાથ ધરાયેલી શિક્ષણ અને સંશોધનની પ્રવાૃત્તિને વેગ આપવા વન્ય જીવન સાથે
સંકળાયેલી સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓ આ વિષયો પર ટ્રેઇનગ આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

જયારે આ ટ્રેઈનગ પ્રોગ્રામનો વ્યાપમાં વધુ વિસ્તચારો અને સંસ્થાઓને આવરી લેવાય તેવા પ્રયાસો
હાથ ધરાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠે વધુ મેન્ગ્રવલનું વાવેતર શરૂ કરાયું છે. આ વર્ષે પણ ૧૨,૦૦૦ મેન્ગ્રોવલનું વાવેતર હાથ ધરવામાં આવ્યું છે.

મેન્ગ્રોવલ અને કોરલરીકસ દરિયાઇ જીવન ટકાવી રાખવા માટે ખૂબ જ મહત્વના અંગ સમાન છે ત્યારે તેની વધુ સાર સંભાળ અને જાળવણીથી રાજયને વધુ ફીશનું ઊત્પાદન મળી રહેશે.

ગીર ફાઊન્ડેશન ગાંધીનગર ખાતે આવેલી ઇકોલોજિકલ કમિશનના સહયોગથી પણ કેટલાક અભ્યાસ શરૂ કર્યા છે.

No comments:

Post a Comment