Thursday, April 7, 2011

Gujarat Bhajap 2011 - સ્થાપનાદિન નિમિત્તે રાજયભરમાં વિવિધ કાર્યક્રમો

જનતા પાર્ટીમાંથી છૂટા પડી ૬, એપ્રિલ ૧૦૮૦ના રોજ અસ્તિત્વમાં આવેલી ભારતીય જનતાપાર્ટીનો આજે ૩૨મો સ્થાપનાદિન હોવાથી ભાજપ દ્વારા સમગ્ર રાજયમાં વિવિધ કાર્યક્રમો ગામેગામ ઊજવણી, સંપર્કયાત્રા દ્વારા રાજયને ભાજપ મય બનાવવાના કાર્યક્રમોની હારમાળ સર્જી છે.

તે ઊપરાંત રાજયભરમાં કેન્દ્રની યુપીએ સરકારના શાસનમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર સામે આંદોલનનું રણશગૂ ફુંકવાનો નિર્ણય રાજયના પાટનગર ગાંધીનગર ખાતે પ્રદેશ પ્રમુખ રણછોડભાઇ ફળદુના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો.

ભાજપના પ્રદેશ પ્રવકતા આઇ.કે. જાડેજાએ ભાજપના ૩૨મા સ્થાપનાદિન નિમિત્તેની માહિતી આપતા જણાવ્યું હતું કે અમદાવાદમાં મ્યુનિ. કોર્પો.ના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પ વોર્ડવાઇઝ યોજવામાં આવ્યા છે.

જયારે ભાજપ યુવા મોરચા દ્વારા બાઇક રેલી, ભ્રષ્ટાચાર, માઘવારી અને કાળા નાણાં મુદ્દે પત્રિકા વિતરણ કરવામાં આવશે.

જયારે ભારતીય જનતા પાર્ટીના ખાનપુર સ્થિત પ્રદેશ કાર્યાલય ખાતે ૯મી એપ્રિલથી ડો.શ્યામાપ્રસાદ મુખર્જી વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું છે.

No comments:

Post a Comment