Thursday, April 28, 2011

Gujarat Higher Secondary Board 2011 - સેમેસ્ટર સિસ્ટમના અમલથી ધોરણ ૧૧ અને ૧૨ માં એટીકેટીની સુવિધા

એક-બે વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને એટીકેટી મળશે અગાઊના સેમેસ્ટરની પરીક્ષા આપી શકશે .ટોપ ટેન વિદ્યાર્થીઓ જાહેર નહિ થાય.

ગુજરાત માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધો. ૧૦ અને ધો. ૧૨ની પરીક્ષામાં આ વખતે પ્રથમવાર ધો. ૧૦ અને ધો. ૧૨ના રાજયસ્તરે અને જિલ્લા સ્તરે ટોપટેન વિદ્યાર્થીઓ જાહેર નહિ કરાય.

આનું પ્રમુખ કારણ બોર્ડ દ્વારા નિમવામાં આવેલી શિક્ષણ સુધારણા સમિતિની ભલામણો અમલમાં મુકતા તેણે વિદ્યાર્થીઓમાં તાણ ઘટાડવા ટોપટેન જાહેર કરવાની પ્રથા પર પ્રતિબંધ મૂકયો છે.

ગુજરાત માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ હાલ આગામી શૈક્ષણિક સત્રથી રાજયભરની ધો. ૧૧ અને ધો. ૧૨ (વિજ્ઞાનપ્રવાહ)માં સેમેસ્ટર સિસ્ટમ દાખલ થતાં ધો. ૧૧-૧૨ના વિદ્યાર્થીઓને થોડા ફાયદા પણ થશે જેમાં ખાસ વિદ્યાર્થીઓને ધો. ૧૧ અને ધો. ૧૨ના ચાર સેમેસ્ટરમાંથી કોઇપણ સેમેસ્ટરમાં એકથી બે વિષયોમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને એટીકેટીની સુવિધા મળશે.

જેમાં વિદ્યાર્થીઓ એક-બે વિષયમાં નાપાસ થતા એટીકેટી સાથે ઊત્તિર્ણ જાહેર કરવામાં આવશે તેમણે અગાઊના
સેમેસ્ટરમાં ભણતરની સાથે જૂના સેમેસ્ટરમાં આવેલી એટીકેટી સોલ્વ કરવાની રહેશે. હાલમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ વિદ્યાર્થીઓને એટીકેટી આપવામાં આવે છે.

ગુજરાતમાં વિદ્યાર્થીઓના માથેથી ભણતરનો ભાર ઓછો કરવા માટે ગુજરાત માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બે વર્ષ અગાઊ શિક્ષણ સુધારણા સમિતિની રચના કરી હતી. બાદમાં સમિતિએ ફેકલ્ટી ભલામણોમાં પ્રમુખ ભલામણ સેમેસ્ટર પદ્ધતિથી શિક્ષણ આપવાની હતી. જેમાં બોર્ડ દ્વારા ધો. ૧૧ અને ધો. ૧૨ (વિજ્ઞાન પ્રવાહ)માં આગામી શૈક્ષણિક સત્રથી સેમેસ્ટર સિસ્ટમ અમલમાં મૂકવામાં આવશે.

જેના લીધે વિદ્યાર્થીઓને એટીકેટીની સુવિધા પણ મળશે ઊપરાંત ધો. ૧૧ અને ધો. ૧૨નું ચાર સેમેસ્ટરમાં વહેંચાતા બને ધોરણોનું મહત્ત્વ વધશે.

No comments:

Post a Comment