Thursday, April 7, 2011

Gujarat Education - ૫૦૦૦ અધ્યાપકોનાઅને ત્રણ લાખ વિદ્યાર્થીના ઈ-મેઇલ આઇડી તૈયાર

આઇડી અલગઅલગ હોવાના કારણે ઓળખ બહાર આવતી ન હતી તેથી આ નિર્ણય લેવાયો.

ગુજરાત ટેકનોલોજિકલ યુનિર્વિસટી સંલગ્ન વિવિધ વિદ્યાશાખાની કોલેજોના આશરે ત્રણ લાખ વિદ્યાર્થીઓ અને ૫૦૦૦ અધ્યાપકને સ્પેશિયલ ઈ-મેઇલ આઇડી આપવામાં આવશે.

એપ્રિલના અંત સુધીમાં ઈ-મેઇલ આઇડીની ફાળવણી કરાશે. આ અંગે ગુજરાત યુનિર્વિસટીના સિન્ડિકેટ સભ્ય
મનીષ દોશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો શૈક્ષણિક હેતુસર કે અન્ય કારણોથી આઇડીનો ઊપયોગ કરતા હોય છે.

પરંતુ આઇડી અલગ-અલગ હોવાના કારણે ઓળખ બહાર આવતી ન હોવાથી તંત્ર દ્વારા તરત જ યોગ્ય પ્રતિસાદ મળી શકતો નથી. આ સમસ્યાના નિરાકરણ માટે ખાસ ઈ-મેઇલ આઇડી અપાશે. આ માટે જીટીયુનાં ૧૪ જેટલા અધિકારી તેમજ ૯૦ થી કર્મચારીને કામે લગાડવામાં આવ્યા છે.

પ્રથમ તબક્કામાં ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી શાખાના વિદ્યાર્થીઓને આઇડી અપાશે. તે પછીના તબક્કામાં ડિગ્રી ફાર્મસીડિપ્લોમાં, અમઇ, એમફાર્મ, વિદ્યાર્થીઓને આઇડી અપાશે.

આની સાથે સાથે અધ્યાપકોના આઇડી પણ તૈયાર કરાશે. આ માટે ગુગલે ૬૩૦૦૦૦  આઇડીનો સમાવેશ થઇ શકે તે માટે ફ્રી સ્પેસ આપી છે.

No comments:

Post a Comment