Wednesday, April 13, 2011

Swarnim Gujarat Celebration 2011 - ઊજવણી ૧લી મે એ સરદાર સ્ટેડિયમમાં યોજાશે

‘ગુજરાત આગે કદમ’ સાંસ્કાતિક કાર્યક્રમમાં ૩૫૦૦ કલાકારો કલાના કામણ પાથરશે.

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ર્સ્વિણમ જયંતી વર્ષની ઊજવણી થઇ રહી છે તેના સમાપન નિમિત્તે, એપ્રિલ
ઊત્તરાર્ધમાં રાજયના ચાર ઝોનમાં અને આખરે અમદાવાદગાંધીનગરમાં ભવ્ય સમાપન સમારોહ યોજાશે. જે કાર્યક્રમ માટે અમિતાભ બચ્ચન સહિત ટોચના અન્ય મહાનુભાવોને આમંત્રિત કરાશે.

ગુજરાતની સ્થાપના તા.૧લી મે ૧૯૬૦ના રોજ થયેલી રાજય સરકારે ચાલુ વર્ષે ર્સ્વિણમ ગુજરાત તરીકે ઊજવેલ
છે. વર્ષ દરમિયાન યોજાયેલા ર્સ્વિણમ કાર્યક્રમો બાદ તેના ઊજવણીના સમાપન માટે ભવ્ય કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત ગાંધીનગરમાં ૩૦ એપ્રિલ સાંજે ૫ વાગ્યે વિશ્વ ગુજરાતી સંમેલન મળશે.

જેમાં ૧૦૦ રાષ્ટ્રના ગરવા ગુજરાતીઓ ભાગ લેશે. જેઓ ગુજરાતની ગૌરવગાથા વર્ણવશે. આ કાર્યક્રમ ગાંધીનગરમાં નવર્નિિમત મહાત્મા મંદિર ખાતે રાખેલ છે. કાર્યક્રમમાં ગુજરાતનો ઈતિહાસ પ્રસ્તુત કરતું પ્રદર્શન યોજાશે તેમજ વર્તમાન સરકારની સિદ્ધિઓ વર્ણવાશે. જયારે તા. ૧લી મે ના રોજ અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમમાં ‘ગુજરાત આગે કદમ’ શિર્ષકથી સાંસ્કાતિક કાર્યક્રમો યોજાશે. જે કાર્યક્રમમાં ૩૫૦૦ જેટલા કલાકારો પોતાની કલાનું પ્રદર્શન કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરશે.

No comments:

Post a Comment