Wednesday, April 20, 2011

ઈન્ટરનેટ દ્વારા રિટર્ન ભરનારને એક મહિનામાં રિફંડ ચૂકવાશે

ઝડપી રિફંડ માટે દેશમાં એક રિફંડ બેન્કર યોજના અસ્તિત્વ ધરાવે છે.

ઈન્ટરનેટ મારફત આવકવેરાનું રિટર્ન ભરનારા કરદાતાઓને હવેથી એક મહિનાની અંદર રિફંડ ચૂકવવાની સીબીડીટીએ યોજના બનાવી છે. રિફંડ પ્રક્રિયા ઝડપી બનાવવા અને ઈન્ટરનેટ દ્વારા ટેકસ રિટર્ન ભરવાને પ્રોત્સાહન આપવા સીબીડીટીએ યોજના ઘડી છે.

સીબીડીટીના ચેરમેન સુધીર ચંદ્રાએ જણાવ્યું હતું કે અમે કરદાતાઓને ઈલેકટ્રોનિકસલી ટેકસ રિટર્ન ભરવા પ્રેરવા માંગીએ છીએ જેથી રિફંડની કામગીરી ઝડપી થાય. કરદાતાને રિફંડ મેળવતાં ૧૦ મહિનાનો સમય લાગી જા યછે. ૩૧ ડિસેમ્બર ૨૦૧૦ના આંકડા પ્રમાણે ટેકસ વિભાગ સમક્ષ રિફંડના ૪૦ લાખ કેસ પેન્ડગ હતા તેથી રિફંડ આપવામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને છેતરપડીના કારણે રિફંડ વ્યવસ્થામાં સુધારો કરવાની આવશ્યકતા પડી છે. કાગળથી ભરવામાં આવતા ટેકસ રિટર્નની ચકાસણીનું કામ જટિલ હોય છે તેથી રિફંડ આપવામાં મોડું લાગે છે. ૨૦૧૦-૧૧માં સરકારે રૂ. ૭૮,૦૦૦ કરોડના વધારાના ટેકસનું રિફંડ ચૂકવ્યં હતું. ઈફાઇ લગના કારણે કરદાતાની આવક, કર અને રિફંડની માહિતી ટેકસ સિસ્ટમમાં તાત્કાલિક અપલોડ થાય છે અને તેની ગણતરી તરત થઇ શકે છે.

આવકવેરા વિભાગ ટેકનોલોજી ઈન્ટરનેટ્સનો ઊપયોગ કરીને રિફંડ પ્રક્રિયાને વધુ ઝડપી અને કાર્યક્ષમ બનાવવા માંગે છે. ઝડપી રિફંડ મળે તે માટે દેશમાં એક રિફંડ બેન્કર યોજના પહેલેથી અસ્તિત્વ ધરાવે છે. આવકવેરા વિભાગ દ્વારા એસબીઆઇને ડેટા મોકલવામાં આવે છે જે રિફંડ બેન્કર સ્કિમ હેઠળ કરદાતાને સીધુ રિફંડ આપે છે.

આવતા વર્ષે નવો ડાયરેકટ ટેકસ કોડ અમલમાં આવશે તેથી તે અગાઊ બધુ કિલયર કરી નાખવામાં પણ આવકવેરા વિભાગને એસીઆરમાંથી મદદ મળી જશે.

No comments:

Post a Comment