Thursday, April 28, 2011

Gujarat Samachar 2011 - તમામ ઇવેન્ટ કંપનીઓ એક બેનર હેઠળ

‘ઇમ્મા ગુજરાત ચેપ્ટર’ અમદાવાદમાં લોન્ચ થયું.

ઈવેન્ટ એન્ડ એન્ટરટેઈનમેન્ટ મેનેજમેન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ઇઇએમએ)ભારતના ૭૦ ટકા ઈવેન્ટ અને પ્રમોશન બિઝનેસનું સફળરીતે પ્રતિનિધિત્વ કરે છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં દેશની તમામ ટોચની ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ હવે એક સાથે એકજ ઇમ્માના બેનર હેઠળ હાથ મિલાવી રહી છે જે અતિહાસિક છે.

પ્રથમ વખત જ ગુજરાતના ૧૪ સૌથી મોટા ઈવેન્ટ મેનેજરો ઇમ્મા ગુજરાત ચેપ્ટરની રચના કરવામાં સફળ
રહ્યા છે.

અમદાવાદમાં ૨૪મી એપ્રિલ ૨૦૧૧ના દિવસે ઇમ્મા ગુજરાત ચેપ્ટરની ભવ્યરીતે શરૂઆત કરવામાં આવી હતી. રાજયના ૭૦૦થી વધુ અગ્રણી સોસલાઇટ લોકો આમા ઊપસ્થિત રહ્યા હતા જેમાં ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ, ઈન્ડસ્ટ્રી પાર્ટનરો, મિડિયા, પ્રધાનો, અધિકારીઓ, આઇપીએસ અધિકારીઓ, વેન્યુ માલિકોનો સમાવેશ થાય છે.
અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલોપર્સની મેનેજમેન્ટ ટીમો અને જાણીતી ક્ષેત્રીય સેલિબિ્રટીઓ પણ આમા ઊપસ્થિત રહી હતી.

સ્ટેટ ચેપ્ટર ડેવલોપમેન્ટ માટેના ઇમ્માના એડિશનલ સેક્રેટરી હિમાંશુ શાહે ઇમ્મા ગુજરાતના એક બેનર હેઠળ
ગુજરાતના તમામ ઈવેન્ટ મેનેજરોને લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે.

No comments:

Post a Comment