Tuesday, April 12, 2011

Gujarat State Primary Education - પ્રવેશફી સિવાયની લેવાતી અન્ય ફી પર સરકાર દ્વારા પ્રતિબંધ

જો કોઇ પણ પ્રાથમિક શાળા પ્રવેશ ફી સિવાયની અન્ય કોઇ પણ ફી ઉઘરાવશે તો તેની દસ ગણી રકમ તેની સામે વસૂલ કરવામાં આવશે.

૬થી૧૪ વર્ષની વયના તમામ બાળકોને મફત શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે ગુજરાત સરકારે પ્રયત્નો હાથ ધર્યા છે. જેના ભાગ રૂપે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશ વખતે લેવામાં આવતી ફી સિવાયની તમામ પ્રકારની ફી લેવા પર
પ્રતિબંધ લાદી દીધો છે.

એટલું જ નહિ, ફી સિવાયની અન્ય કોઇ પ્રકારની ફી જો શાળાએ લીધી હશે તો તેવી શાળાઓ પાસેથી ફીનો દસ ગણો દંડ વસૂલાશે.

પ્રાપ્ત માહિતી અનુસાર જયારે ગુજરાત સરકાર દ્વારા ધી રાઇટ આૅફ ચિલ્ડ્રન ટૂ ફી એન્ડ કમ્પલસરી એજયુકેશન એકટ ૨૦૦૯માં નિર્દેશ કર્યા પ્રમાણે પ્રાઇમરી શાળામાં બાળકને દાખલ કરતી વખતે કોઇ પણ પ્રકારની કેપિટેશન ફી, સિકયોરિટી ડિપોઝીટ કે કોઇ પણ પ્રકારનું દાન વિદ્યાર્થી કે વાલી પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લઇ શકાશે નહિ અધિસૂચન કરવામાં આવેલી ફીની રકમ સિવાયની કોઇ પણ પ્રકાની ફી કે એડવાન્સ કે મૂડી પ્રકારની હોય તે લઇ શકાશે નહિ સરકારે ફી સિવાયની અન્ય કોઇ પણ પ્રકારે લેવાતી ફી, સિકયુરિટી ડિપોઝીટ લેવા પર પ્રતિબંધ લાદી દીધો છે.

ઊલ્લેખનીય છે કે અત્યાર સુધી અગાઊ તમામ ખાનગી શાળાઓ કે જયાં ૧ થી ૭ ધોરણની પ્રાથમિક શાળાઓ ચાલતી હોય તેવી શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશ વખતે લેવાતી ફી સાથે-સાથે અન્ય પણ કેટલીક પ્રકારની ફી લેવામાં આવતી જે સિકયુરિટી ફી, અધર એકિટવિટી ફી, સ્પોર્ટસ ફી, ટ્યૂશન ફી, કમ્પ્યુટર ફી, પિકનિક ફી, સ્કીલ ગ્વેલોપ ફી, કરાટે ફી, યોગા ફી, સાયકોલોજી ટેસ્ટ ફી, લાયબ્રેરી ફી, આ ઊપરાંત અન્ય ખર્ચાઓમાં ગણી શકાય કે સ્કૂલોમાં પૈસા ભરીને જ સ્કૂલ ડ્રેસ લેવો અને નોટબુકો ખરીદવી જેમા અત્યારથી જ બાળકો પાસેથી ફી લઇને ડ્રેસ આપવા અને સ્ટેશનરી ફી તરીકે જેવી કેટલીય અન્ય ફીઓ શાળાઓ તરફથી વાલીઓ પાસેથી ઉઘરાવવામાં આવે છે.

ત્યારે ગત વર્ષથી અમલમાં આવનાર ૬ થી ૧૪ વર્ષના બાળકોને મફત શિક્ષણ અધિનિયમ -૨૦૦૯ અનુસાર કોઇ પણ ખાનગી શાળા હવે પ્રવેશ ફી સેવાય અન્ય કોઇ પણ પ્રકારની ફી વાલીઓ પાસેથી ઊઘરાવી શકશે નહિ.

આ જોગવાઇઓનું ઊલ્લંઘન કરનારી શાળાને જેટલી કેપીટેશન ફી લીધી હશે તેનાથી દસ ગણો દંડ વસૂલ કરાશે.આ ઠરાવ અને પ્રતિબંધનો અમલ ૨૦૧૧નાં નવા.

No comments:

Post a Comment