Wednesday, April 6, 2011

Gujarat PTC Colleges - એકસોથી વધુ ખાનગી પીટીસી કોલેજો બંધ થાય તેવી સ્થિતિ

ગત વર્ષે ૨,૫૦,૦૦૦ બેઠકો સામે માત્ર ૧૦,૦૦૦ હજાર ફોર્મ વેચાયા હતા.

૧૦૦ કોલેજો એવી હતી કે જેમાં ૧ પણ વિદ્યાર્થી પ્રવેશ મેળવ્યો ન હતા.ગુજરાત સરકાર દ્વારા અપાતું ફિકસ માસિક વેતન અને બીજી તરફ નોકરીની ઘટતી તકો જેવી પ્રારંભિક સમસ્યાઓના કારણે હવે આજનો વિદ્યાર્થી પીટીસી કરવાનું ટાળી રહ્યો છે.

ધો. ૧૨ પાસ કર્યા બાદ પીટીસીમાં પ્રવેશ મેળવવા માટે કોઇ તૈયાર નથી. આ વખતે ધો. ૧૨નું પરિણામ આવ્યા બાદ રાજયની ૧૦૦થી વધુ પીટીસી કોલેજોને તાળા વાગી જશે કારણ કે આ કોલેજોમાં પ્રથમ વર્ષમાં એકપણ વિદ્યાર્થી ભણતો નથી અને આ વખતે બીજા વર્ષના વિદ્યાર્થી પાસ આઊટ થતાં કોલેજ બંધ કરવાનો વારો આવશે.

ગુજરાત રાજયમાં જેમ પાનના ગલ્લા રેકડીઓ અને રસ્તાઓ પર પથારા કરવા જેવી હોડ લાગી હોય છે તેવી હોડ પીટીસી કોલેજો શરૂ કરવામાં લાગી હતી.

શિક્ષણ માફિયા મંત્રીઓ સરકારી બાબુઓની મીલીભગતથી પાનના ગલ્લાઓની જેમ પીટીસી કોલેજો ખુલ્લી રાતોરાત મંજૂરીઓ અપાઇ. કોઇપણ પ્રકારની સુવિધા ન હોય તો પણ પૈસા ફકો અને તમાશા દેખો તેવો ઘાટ ઘડાયો.

આમ કરતાં રાજયમાં ૩૫૦થી વધુ પીટીસી કોલેજો શરૂ થઇ. અભણ લોકો ટ્રસ્ટીઓ બની બેઠા અને પીટીસી કોલેજોને બનાવી લાખો રૂપિયાથી લઇને કરોડોની કમાણી કરી પણ હવે પીટીસી કોલેજોનો માૃત્યુઘંડ વાગી ગયો છે.

રાજયમાં ૯૫ થી વધુ સરકારી પીટીસી કોલેજો જયારે ૩૫૦ થી વધુ ખાનગી પીટીસી કોલેજો ચાલે છે. કુલ ખાનગી કોલેજોની ૨૫,૦૦૦ બેઠકો છે જેમાં ગત વર્ષે ૧૦,૦૦૦ ફોર્મ જ વેચાયા હતા.

જેથી ગત વર્ષે પ્રવેશ શરૂ થાય તે પહેલાં જ ૧૦,૦૦૦ બેઠકો ખાલી થતી હતી. ખાનગી કોલેજોવાળાઓએ શિક્ષકો દોડાવી વિદ્યાર્થીઓ મેળવવા પ્રયત્ન તો કર્યા પણ તેમાં બધા સફળ ન થઇ શકયા.

રાજયની ૧૦૦ કોલેજો (પીટીસી) એવી હતી કે જેમાં પ્રથમ વર્ષમાં એકપણ વિદ્યાર્થીએ પ્રવેશ ન મેળવ્યો જેના કારણે આ
વર્ષે જો તે પ્રથમ વર્ગમાં વિદ્યાર્થી મળે તો પણ બીજા વર્ષમાં વિદ્યાર્થી ન મળે.

તેવી ૧૦૦ કોલેજો તો આ વર્ષે જ બંધ થશે તેવું જાણકારો માને છે. અધુરી સુવિધા શિક્ષણ માફિયાનું રાજ અને પાટણ પીટીસીકાંડ જેવી ઘટનાઓએ શિક્ષકો તૈયાર કરતી આ સંસ્થાઓને બદનામ કરી નાંખી છે. હવે ધો. ૧૨ પાસ યુવાનો બેકાર રહેવું પસંદ કરે છે પણ પીટીસી કરવું હિતાવહ નથી કરતા.

No comments:

Post a Comment