Tuesday, April 12, 2011

Maharaja Sayajirao University Baroda - બેદરકારીથી સંસ્કાતનો સીલેબસ ફરી તૈયાર

 જૂનમાં પુસ્તક મળવાનો દાવો યુનિની બેદરકારીથી સમયનો વ્યય થતા વિવાદની વકી.

રાજયની મોટાભાગની યુનિર્વિસટીઓમાં સેમિસ્ટર અને ચોઈઝ બેઈઝ સિસ્ટમનો અમલ થતાં હાયર એજયુકેશન વિભાગે સાપેલી કામગીરી અંતર્ગત એમ એસ યુનિર્વિસટીએ સેકન્ડ વિષય પ્રમાણે યુજી સંસ્કાૃતનો સીલેબસ તૈયાર કરતા ભારે હોબાળો મચી ગયો હતો.

જેનાથી ઢાંકપિછોડો કરવા હવે ગુજ.યુનિ.ને કામગીરી સાપાઈ છે. હાયર એજયુકેશન વિભાગ અને એમ.એસ.યુનિ.ની ભૂલના કારણે સંસ્કાૃતના સીલેબસ ફરી તૈયાર કરવાની ફરજ પડી છે.

આગામી શૈક્ષણિક વર્ષથી બી એ અને બીકોમ સહિતના અભ્યાસક્રમોમાં ગુજરાત યુનિર્વિસટી દ્વારા સેમિસ્ટર અને ચોઈઝ બેઈઝ સિસ્ટમનો અમલ થશે. હાલ કેટલીક યુનિર્વિસટીમાં મોટાભાગની યુનિર્વિસટીમાં અમલ થશે. જેના પગલે હાયર એજયુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા યુનિર્વિસટીના પીજીના સીલેબસની કામગીરી સૌરાષ્ટ્ર યુનિર્વિસટીને સાપાઈ હતી.

જયારે યુજી સંસ્કાૃતનો સિલેબસ તૈયાર કરવાની કામગીરી બરોડાની એમ એસ યુનિર્વિસટીને સાપી હતી.એમએસ યુનિ.માં સંસ્કાૃતનો વિષય દ્વિતીય વિષય તરીકે ચાલે છે. જયારે અન્ય યુનિર્વિસટીમાં સંસ્કાૃત મુખ્ય વિષય તરીકે ચાલે છે.

આ પરિસ્થિતિને કારણે એમ એસ સિવાયની તમામ યુનિર્વિસટીના સંસ્કાૃત વિષયને લઈને સમસ્યા સર્જાઈ શકે તેમ હતી. જેના કારણે આ અંગે વિવાદ ઊભો થાય તે પહેલા જ હાયર એજયુકેશન વિભાગે આ કામગીરી ગુજરાત યુનિર્વિસટીને યુ જી સંસ્કાૃતનો મુખ્ય વિષય તરીકે તૈયાર કરવાની કામગીરી સાપી દીધી છે.

જે હાલ લગભગ પૂર્ણ થવા આવી છે. યુનિર્વિસટીએ નવા સીલેબસના પુસ્તકો જૂન પહેલા બજારમાં આવવાનો દાવો પણ
કર્યો છે. આ સમગ્ર ઘટનામાં હાયર એજયુકેશન અને એમએસ યુનિ.ની બેદરકારી બહાર આવી છે

No comments:

Post a Comment