Saturday, April 9, 2011

વસ્તીગણતરીનીકામગીરીપૂર્ણ છતાં અમદાવાદ શહેરનાંઘણાલોકો બાકી

વટવા, લાંભા વિસ્તારના બેથી ત્રણ હજાર લોકો ગણતરીમાં નથી પ્રથમ ગણતરીમાં ભૂલ હતી બીજી ગણતરી કરવા કર્મચારીઓ આવ્યા જ નહ.

વસ્તી ગણતરીની કામગીરી ૨૮ ફેબ્રુઆરીએ પૂર્ણ થઇ અને ગણતરી પ્રમાણેના આંકડા પણ તાજેતરમાં રજૂ થયા છે.

અમદાવાદની વસ્તી ૫૫ લાખ ૭૦ હજારની દર્શાવાઇ છે. પરંતુ આ વસ્તી સાચી છે ? કારણ કે હજુ પણ એવા કેટલાય લોકો છે જે ગણતરી બહાર રહી ગયા છે.

જેમાં વટવા અને લાંભા વિસ્તારમાં બીજા રાઊન્ડમાં વસ્તી ગણતરીની કામગીરીમાં કેટલીય સોસાયટી બાકાત રહી ગઇ છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વસતી ગણતરીની બે તબક્કામાં કામગીરી ૨૮ ફેબ્રુઆરીએ આરોપી લેવામાં આવી હતી. બીજી તરફ શહેરના વટવા અને લાંભા વિસ્તારમાં બીજા રાઊન્ડમાં વસતી ગણતરીની કામગીરીમાં કેટલીય સોસાયટી બાકાત રહી ગઇ હોવાનું જાણવા મળ્યું છે.

વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે કલેકટર કચેરી ખાતે આ વિસ્તારના રહીશો દ્વારા અને નવજીવન મહિલા મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

વટવા વિસ્તારમાં પ્રથમ રાઊન્ડમાં વષતી ગણતરીના ફોર્મ આપીને માહિતી લેવાઇ હતી પણ મોટાભાગની અધુરી હોવાથી અધિકારીઓ બીજા રાઊન્ડમાં વસતી ગણતરીની સાથે માહિતી લેવા આવવાના હતાં પણ
છેલ્લી તારીખ સુધી કર્મચારીઓ ગયા જ ન હતા.

વટવામાં ગોશિયા પાર્ક, મુશ્કાન પાર્ક, નુરનગર અને બાગે કૌદાર સહિતની ઘણી સોસાયટીમાં બેથી ત્રણ હજાર લોકોની વસતીને બાકાત રખાઇ છે.

લાંભામાં આબાદનગર, કેજી એન પાર્ક, અંબિકા ટ્યૂબના છાપરા સહિતના વિસ્તારની ગણતરીમાં આવરી લેવાયો નથી. આમ અમદાવાદની વસ્તીમાં હજુ પણ વધારો થાય તેમ છે.

No comments:

Post a Comment