
૨૦૧૧-૧૨ વર્ષ દરમિયાન ૧૦ કરોડ ટન ચોખાનું ઊત્પાદન થાય તેવી કેન્દ્ર સરકાર દ્વારા આશા વ્યકત કરવામાં આવી છે. એક સરકારી નિવેદનમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૧-૧૨માં ૧૦ કરોડ ટનના ઊત્પાદન લક્ષ્યને હાંસલ કરવા માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે અને કાર્યક્રમને અમલી બનાવનાર સંસ્થાઓને સમયસર નાણાં મળે તેવી જોગવાઇ કરવામાં આવી રહી છે.
આ માટે પૂર્વના રાજયોમાં વિશેષ યોજનાઓ અમલી બનાવાશે. આ નિવેદનમાં જણાવાયું છે કે સરકાર વર્ષ ૨૦૧૧-૧૨ના પાક વર્ષમાં ચોખાનું ઊત્પાદન લક્ષ્ય વધારવા માટે કટિબધ્ધ છે અને દેશના લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જે કેન્દ્ર સરકારે ચોખા ઊત્પાદન માટેનું લક્ષ્ય ૧૦ કરોડ ટન સુધી રાખ્યું છે. ચોખાના વધારવામાં આવેલા લક્ષ્યાંકને પહાચી વળવા માટે સરકારે પૂર્વીય ક્ષેત્રોના રાજયો પર વિશેષ ધ્યાન આપવાનો પણ નિર્ણય કર્યો છે.
શુક્રવારના દિવસે પૂર્ણ થયેલા કેન્દ્ર સરકારના કાૃષિ અંગેના સંમેલનમાં ચોખાના ઊત્પાદનને વધારવા અને તેના ઊત્પાદન ક્ષેત્રને વધારવા સહિતના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ નિવેદનમાં જણાવાયું હતું કે પૂર્વીય ક્ષેત્રના રાજયોને વિશેષ રીતે કહેવામાં આવ્યું છે કે ઊત્પાદન વધારવા માટેની યોજનાઓ પર નજર રાખવામાં આવે.
સંમેલનમાં જિલ્લા સત્રે ઊત્પાદકતામાં થનાર અંતરની સમીક્ષા કરવા અને નવી નવી ટેકનોલોજી વિકિસત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
No comments:
Post a Comment