Tuesday, April 12, 2011

Gujarat High Court - જાહેર સંસ્થાઓના વહીવટની માહિતી આપવા હાઈકોર્ટનો મહત્વનો આદેશ

બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એકટ હેઠળની ર્ધાિમક સંસ્થાઓએ રિટર્નની માહિતી જાહેર કરવી પડશે.

રાજયમાં બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એકટ ૧૯૫૦ હેઠળ નોંધાયેલી ર્ધાિમક સંસ્થાઓએ પણ રિટર્નની માહિતી અધિકારીઓને આપવી પડશે તેવો ચુકાદો હાઈકોર્ટના ન્યાયર્મૂિત અકીલ કુરેશીએ જારી કર્યો છે. તેમણે પોતાના ચુકાદામાં તમામ જાહેર સંસ્થાઓના વહીવટમાં પારદર્શકતા અને જવાબદારીને પ્રોત્સાહન આપવા આવી સંસ્થાઓની માહિતી મેળવવાનો દરેક નાગરિકને અધિકાર છે. તેવી નોંધ મૂકી હતી.

ભાવનગરની એક ર્ધાિમક સંસ્થામાં નિયમિત દાન આપનાર વ્યકિતએ જયારે આ સંસ્થાના ગત ત્રીસ વર્ષના ઓડિટેડ હિસોબો , બેલેન્સ શીટ અને આવકવેરાના એસેમેન્ટ ઓડર્સની માહિતી આરટીઆઈ એકટ હેઠળ માંગી
હતી. પરંતુ માહિતી અધિકારી અને એપલેટ સત્તાએ આ માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો.

જે માહિતી અધિકારી અને એપલેટ સત્તાના ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જે અંગેની વખતો વખતની સુનાવણીના અંતે હાઈકોર્ટના ન્યાયર્મૂિત અકીલ કુરેશીએ બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એકટ ૧૯૫૦ હેઠળ નોંધાયેલી હોવાથી આ સંસ્થા પર ચેરિટી કમિશનરના કેટલાંક નિશ્ચિત નિયંત્રતો છે.

જેમાં સંસ્થાના હિસાબોનું ઓડિટ પણ કરાવવું પડે છે. પરિણામે આવી સંસ્થાને આરટીઆઈ ધારા હઠેળ વ્યાખ્યાયિત કરાયેલી વ્યકિતનો દરજજો મળી ન શકે. આ સભ્યોએ પોતાના હિસાબો અને રિટર્ન સુપરત કરવા પડે, જસ્ટિસ અકીલ કુરેશીએ આરટીઆઈ ધારાની રચના પાછળને હેતુ સ્પષ્ટ કરી હતી. જેમાં ઊલ્લેખ કરાયો
હતો કે, જે સંસ્થાઓ જાહેર સત્તાના નિયંત્રણ હેઠળ હોય તે તમામ જાહેર સંસ્થાઓના વહીવટમાં પારદર્શતા અને
જવાબદારીને પ્રોત્સાહન આપવા આવી સંસ્થાઓની માહિતી મેળવવાનો દરેક નાગરિકને અધિકાર આપી છે. તેવી નોંધ મૂકી ઊપરોકત ચુકાદો જારી કર્યો હતો.

No comments:

Post a Comment