Thursday, April 7, 2011

વર્લ્ડકપ વિજયને માધ્યમિક શિક્ષણના અભ્યાસક્રમમાં સમાવવામાં આવશે

અંગ્રેજી ગુજરાતી અને સામાજિક વિજ્ઞાનમાં ક્રિકેટ પર, ક્રિકેટરો પર અને ભારતીય ક્રિકેટના અૈતિહાસિક સ્થળો અભ્યાસક્રમમાં ભણાવવામાં આવશે

૨ એપ્રિલ, ૨૦૧૧નો દિવસ ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. ભારત-શ્રીલંકા વચ્ચે રમાયેલી દિલધડક ફાઇનલમાં ભારતે શ્રીલંકાને ધૂળ ચટાડી દઇને ચેમ્પિયન બન્યું.

ક્રિકેટના ઈતિહાસમાં ૧૯૮૩ બાદ ૨૮ વર્ષે ભારતે ચેમ્પિયન અને વર્લ્ડ વિજેતા બનવાનો મોકો મળ્યો. આમ ભારતમાં હવે ક્રિકેટને ધર્મ તરીકે માનવામાં આવે છે ત્યારે ભારતીય ક્રિકેટના ઈતિહાસથી લઇને વર્લ્ડકપ ૨૦૧૧ની વિજેતા સુધીની સફરને વિવિધ મુદ્દાઓને માધ્યમિક શિક્ષણના અભ્યાસક્રમમાં સમાવવાની તૈયારી પર વિચાર થઇ રહ્યો છે.

હાલમાં ધો. ૧ થી ૮, પ્રાથમિક શિક્ષણ ધો. ૮ અને ૯ માધ્યમિક શિક્ષણ અને ધો. ૧૧ ઊચ્ચત્તર માધ્યમિક વિભાગના તથા અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં માધ્યમિક શિક્ષણમાં ક્રિકેટને લગતા કેટલાંક તથ્યો અભ્યાસક્રમમાં સમાવવાના જ હતા. પણ હવે માધ્યમિક શિક્ષણમાં ખાસ ક્રિકેટ વર્લ્ડકપ ૨૦૧૧ના વિજેતાની વાત પણ અભ્યાસક્રમમાં સમાવવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ સાથે મળીને ધો. ૧ થી ૧૧નો નવો અભ્યાસક્રમ તૈયાર કરવાની તૈયારીઓ કરી દીધી છે. જેમાં હાલમાં કેટલાક વિનયોગ અભ્યાસક્રમને નવું રૂપ આપવાાં આવી રહ્યું છે. ધો. ૧ થી ૧૧ના પાઠ્યપુસ્તકો ખાસ રીતે તૈયાર કરવામાં આવી રહ્યાં છે. જેમાં નવા વિવિધ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે.

૨ એપ્રિલના રોજ ભારતને વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ નવો અભ્યાસક્રમ તૈયાર કરનાર સમિતિએ માધ્યમિક શિક્ષણમાં ખાસ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાનમાંથી કોઇપણ વિષયોમાં આ અભ્યાસક્રમમાં મૂકવો તેવી ખાસ રજૂઆત કરી છે જેને લઇને બોર્ડ અને પાઠ્યપુસ્તક મંડળ વચ્ચે વિચારણા ચાલી રહી છે.

આમ તો ક્રિકેટને લઇને પણ ધો. ૧ થી ૧૧માં વિવિધ પ્રકારની માહિતી હોય તેવી વાતો તો અભ્યાસક્રમમાં સમાવામાં આવી છે વળી ખાસ વર્લ્ડકપ-૨૦૧૧ની જીતને લઇને ખાસ ટોપિક પરની ક્રિકેટની વાત સમાવવાની તૈયારી શરૂ કરાઇ છે.

આશા રાખીએ કે આવતા વર્ષે નવા અભ્યાસક્રમનો ભાગ વર્લ્ડકપ- ૨૦૧૧ની જીત હશે.

No comments:

Post a Comment