Saturday, April 9, 2011

Ahmedabad Railway Station - ઊનાળા વેકેશન માટે સાબરમતી ટ્રેનમાં વધારાના કોચ લગાવાયા



પશ્ચિમ રેલ્વે
દ્વારા સાબરમતી ટ્રેનના વધારાના કોચ ઊપરાંત અન્ય ટ્રેનોમાં ૩૭ કોચ લગાવાયા.

પશ્ચિમ રેલવે દ્વારા ઊનાળા વેકેશનને ધ્યાનમાં લઇને મુસાફરોને સુવિધા મળી રહે તે હેતુસર મહત્ત્વની ટ્રેનો પૈકી
અમદવાદથી બનારસ જતી અને આવતી સાબરમતી એકસપ્રેસમાં વધારાના કોચ લગાવામાં આવ્યા છે.

આ સંદર્ભે રેલવે મેનેજર અશોક ગરૂડે જણાવ્યું હતું કે અમદાવાદથી ઊત્તર ભારત જતી સાબરમતી ટ્રેનમાં મુસાફરોની ભીડ ઘણી રહે છે. જેથી આ ટ્રેનમાં વધારાના કોચ લગાવાનો નિર્ણય કરાયો છે.

તો અન્ય ટ્રેનોમાં પણ ૩૭ કોચ લગાડવામાં આવશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સાબરમતી ટ્રેન રાત્રે ૮:૫૦ કલાકે કાલુપુર રેલવે સ્ટેશનથી ઊપડશે જેમાં બનારસ જતાં લોકોની ભારે ભીડ રહે છે.

લાંબા અંતરની આ ટ્રેનો ઊપયોગ વધુ થાય છે. સામાન્ય દિવસોમાં પણ આ ટ્રેનમાં ભારે ભીડ રહે છે. જયારે વેકેશન દરમ્યાન માદરે વતન જતાં બનારસી લોકો સીવાય અન્ય લોકોનો ધસારો પણ વધી જાય છે. જેથી સાબરમતી ટ્રેનમાં વધારાના બે થી ત્રણ કોચ લગાવાયા છે.

જરૂર પડશે તો આ ટ્રેનમાં વધુ કોચ લગાવાશે. તો સાબરમતી ઊપરાંત અન્ય ટ્રેનોમાં પણ ૩૭ કોચ લગાવવામાં આવશે.

No comments:

Post a Comment