Tuesday, April 5, 2011

Ahmedabad Municipal Corporation - પાણીજન્ય રોગચાળાથી ખાનગી હોસ્પિટલોમાંદર્દીઓનો ધસારો

૬૪ વોર્ડ પૈકી ૧૫ વોર્ડમાં કમળાએ હાહાકાર ફેલાવ્યો.

શહેરભરમાં પાણીજન્ય રોગચાળા કમળાએ ઊપદ્રવ મચાવ્યો છે. મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા ગત સપ્તાહ શહેરના ૩૭૦ ખાનગી ડાૅકટરોના દવાખાનાનો સર્વે હાથ ધરાયો હતો.

આ સર્વેમાં ચાકાવનારી માહિતી જાણવા મળી છે, જે મુજબ સાત દિવસમાં કમળાના ૭૫ ખાનગી કેસ મળી આવ્યા હતા. આમાંના ૧૦ કેસ તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મ્યુનિ. સૂત્રો કહે છે, શહેરના ૬૪ વોર્ડ પૈકી ૧૫ વોર્ડમાં કમળાએ હાહાકાર ફેલાવ્યો છે.નવા પશ્ચિમ ઝોનમાં વેજલપુર, ચાંદલોડિયા, ઘાટલોડિયા, ગોતા તો પશ્ચિમ ઝોનમાં નવા વાડજ, વાડજ, પાલડી, પૂર્વ ઝોનમાં ઓઢવ, વસ્ત્રાલ, બાપુનગર, મધ્ય ઝોનમાં ખાડિયા, જમાલપુર તેમજ અન્ય ઝોનના ઠક્કરબાપાનગર,દાણીલીમડા અને બહેરામપુરામાં કમળાના કેસ નાધાયા છે.

આ તમામ વોર્ડમાં દૂષિત-ડહોળાયેલા પાણીની સમસ્યા છે. જમાલપુરમાં તો ગંદા પાણીની સમસ્યા વધારે છે. એક તરફ મ્યુનિ. કોર્પોરેશને આગામી તા. ૧૫ એપ્રિલથી નાગરિકોને સવાર-સાંજ પાણીનો પુરવઠો પૂરો પાડવાની જાહેરાત કરી છે તો બીજી તરફ સવારના પાણી પુરવઠાને લઇને જ નાગરિકો પારાવાર પરેશાન છે.

શહેરના સંખ્યા બંધ વિસ્તારોમાં લોકોને કાં તો પાણી ડહોળું-ગંદું પૂરું પડાય છે અથવા તો પાણીના અપૂરતા પ્રેશરના પ્રશ્નની કનડગત છે.

આ અંગે મ્યુનિ. વોટર સપ્લાય કમિટીના ચેરમેન જતીન પટેલને પૂછતાં તેઓ કહે છે, બહેરામપુરાદાણીલીમ
ડામાં લોકોએ ગુણવત્તા વગરની પાણીની પાઇપલાઇન બેસાડી હોઇ ત્યાં દૂષિત પાણીની સમસ્યાથી કમળાના કેસ મળ્યા છે. અન્ય વિસ્તારોમાં દૂષિત પાણીની સમસ્યાની મને જાણકારી નથી.’’

No comments:

Post a Comment