ર્સ્વિણમ ગુજરાત જ્ઞાનશકિત સમાપન સમારોહ વીર નર્મદ યુનિ.માં યોજાશ
સાચાગુરુ કોણ ? ગુગલ કે શિક્ષક વિષયો પર ચર્ચાઓ હાથ ધરાશે.
અમદાવાદ રાજયમાં ર્સ્વિણમ ગુજરાત ઊજવણીના સમાપન સમારોહ નિમિતે આયોજિત પાંચ શકિત પૈકી એક જ્ઞાનશકિતનો કાર્યક્રમ સુરતના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ખાતે યોજાશે.
જે કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ઊપસ્થિત રહેશે. ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનાર કાર્યક્રમમાં જ્ઞાન શકિત, યુવા શકિત અને વિકાસ વિષય સંદર્ભે સેમિનાર યોજાશે. તા.૨૧મી રોજ યોજાનાર જ્ઞાન શકિત કાર્યક્રમમાં શું વૈધાનિક કેળવણી વિકાસ માટેનો એક રસ્તો છે ? સાચા ગુરુકોણ ગુગલ કે શિક્ષક અને જ્ઞાન શકિતની પરીક્ષામાં ગુજરાતના વિકાસનું મોડલ જેવા વિષયો પર ચર્ચાઓ થશે.
આ સમારોહ અંતર્ગત તા.૧૮મી એપ્રિલના રોજ યુનિર્વિસટી ખાતે પ્લેસમેન્ટના ઇન્ટરવ્યૂ માટેનો ટ્રેનગ કેમ્પ યોજાશે. તેમજ છેલ્લાં દસવર્ષમાં રાજયની યુનિર્વિસટીઓમાં વર્ષે ૨૦૦૧ થી ૨૦૧૧ સુધીમાં પી.એચડી થયેલા વિદ્યાર્થીઓના નામાવલી સાથેના પુસ્તકનું વિમોચન કરાશે.
અત્રે ઊલ્લેખનિય છે કે, ગત ગુજરાત સ્થાપના દિન ૧ મેથી શરૂ થયેલા ર્સ્વિણમ ગુજરાત મહોત્સવની વર્ષભરની ઊજવણી હવે અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂકી છે.
No comments:
Post a Comment