Wednesday, April 6, 2011

Gujarat Samachar - સરકારી એજન્સીઓ ૧૫૦૦ ટન ઘઉંની ખરીદી કરાશ

પંજાબમાં ઘઉંના વેચાણમાં વેપારીઓને ૧ ટકા વેટનો વધારો નડી રહ્યો છે.

અનાજ બજારમાં ઘઉંની ખરીદીની મૌસમનો પ્રારંભ થઇ ગયો છે. સરકારી એજન્સીઓએ પંજાબ અને હરિયાણાના રાજયોમાંથી આ સિઝનમાં ૧.૬૫ કરોડ ટન ઘઉંની ખરીદી કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.

જો કે પંજાબમાં ઘઉં અને ડાંગર પરના વેટમાં ૧ ટકાનો વધારો વેપારીઓને નડી રહ્યો છે.સરકારી એજન્સીઓએ
ગુજરાતમાંથી ૧૫૦૦ ટન ઘઉંની ખરીદી કરવાની યોજના બનાવી છે. એપ્રિલના બીજા સપ્તાહમાં ઘઉંની ખરીદી ચાલુ કરશે.

જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના ઘઉંના કુલ જથ્થામાં ૩૦ ટકા કરતાં વધુ હિસ્સો પંજાબ અને હરિયાણા આવે છે. ચાલુ સિઝનમાં ઘઉં મંડીમાં ૧.૦૭ કરોડ ટન ઘઉંની આવક થવાની ધારણા વ્યકત કરાઇ છે.

પંજાબમાં આ વર્ષે ઘઉંનું ઊત્પાદન ૧.૫૭ કરોડ ટન રહેવાનો અંદાજ છે. હરિયાણામાં એજન્સીઓ દ્વારા ૩૬૭ અનાજ બજારોમાંથી ૬૫ લાખ ટન ઘઉંની ખરીદી કરવામાં આવશે. વર્ષે ૨૦૧૧-૧૨ની માર્કેટગ સિઝન (એપ્રિલ-માર્ચ) દરમિયાન ઘઉંની ખરીદી અગાઊના વર્ષની ૨.૨૫ કરોડ ટનની સામે ૨.૬૨ કરોડ ટન થવાનો અંદાજ છે.

પંજાબમાં ૧.૧ કરોડ ટન, હરિયાણામાં ૬૫ લાખ ટન ઘઉંની ખરીદી કરવામાં આવશે. જયારે ગુજરાતમાંથી ઘઉંની ખરીદી ૧૫૦૦ ટન રહેશે.

No comments:

Post a Comment