Friday, April 8, 2011

Gujarat Sea Coasts - રાજય સરકાર દ્વારાદરિયાકાંઠાની સુરક્ષા માટે એકશન પ્લાન તૈયાર

દરિયાકાંઠાની સુરક્ષા માટે ૧૦ મરીન પોલીસ સ્ટેશન, ૧૩ જિલ્લા પેટ્રોલગ માટે સાગર રક્ષકદળના જવાનોની સેવા લેવાઇ.બે વર્ષમાં ૧૫૧ પકડાયા.

ગુજરાતમાં ૧૬૨૫ કિ.મી.નો દરિયા કિનારો છે અને દુશ્મન દેશ પાકિસ્તાન તરફથી દરિયાઇ માર્ગે ઘૂસણખોરીના બનાવો અવાર- નવાર બનતા હોય છે. આથી રાજય સરકારે જમીન-દરિયાઇ સરહદ પરની સુરક્ષા માટે આતંકવાદ વિરોધી દળ તેમજ તમામ જિલ્લામાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ કાર્યરત કરવામાં આવ્યા છે.

દરિયાઇ સુરક્ષા આઊટપોસ્ટ તથા ૧૬ ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ રાજયની જમીનદરિયાઇ સરહદ પરની સુરક્ષા માટે રાજયકક્ષાએ આતંકવાદ વિરોધીદળ તથા તમામ જિલ્લાઓમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ કાર્યરત કરવામાં આવેલ છે.

આ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપને વાહનો, હથિયારો તેમજ આધુનિક સગવડોથી સુસજજ કરવામાં આવ્યા છે. છેલ્લાં બે વર્ષમાં રાષ્ટ્રવિરોધી પ્રવાૃત્તિ સાથે સંકળાયેલા કુલ ૧૫૧ શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

દરિયાઇ સુરક્ષા યોજના હેઠળ ૧૦ મરીન પોલીસ સ્ટેશન, ૩૨ આઊટપોસ્ટ તથા ૧૬ ચેકપોસ્ટ કાર્યરત છે. સાગર તટની સુરક્ષા માટે મરીન રાજય અનામત પોલીસ દળની રચના કરવામાં આવેલ છે તે ઊપરાંત ૨૮ ઈન્ટરસેપ્ટર બોટ દ્વારા સઘન દરિયાઇ પેટ્રોલગ કરવામાં આવે છે.

જરૂરિયાત મુજબ વધારાની બોટો ભાડે રાખીને પણ દરિયાઇ પેટ્રોલગ કરવામાં આવે છે.રાજયના ૧૩ દરિયાકાંઠાના જિલ્લામાં પેટ્રોલગ માટે સાગર રક્ષક દળ, હોમગાર્ડ તથા ગ્રામ રક્ષક દળના જવાનોની સેવા લેવામાં આવે છે.પોલીસ, કસ્ટમ અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુકત દરિયાઇ પેટ્રોલગ પણ કરવામાં આવે છે.

ઘૂસણખોરી અટકાવવા માટે દરિયા કિનારાના બે કિ.મી. વિસ્તારના રહીશો તેમજ માછીમારોને બાયોમેટિ્રક ઓળખપત્ર આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તે ઊપરાંત રાજય અને કેન્દ્ર સરકારની એજન્સીઓ સંયુકત રીતે રસ્તા રોકો, રાહબંધ, સાગર કવચ જેવા વિવિધ ઓપરેશન સમયાંતરે હાથ ધરે છે.

રાજયની ભૂમિ સરહદે કાંટાળી તારની વાડનું આયોજન કરવામાં આવેલ છે. રાજયના અગત્યના વાઇટલ ઇન્સ્ટોલેશન ખાતે પણ કાર્યરત સુરક્ષા વ્યવસ્થાનું સરકાર દ્વારા સમયાંતરે સિકયુરિટી ઓડીટ કરવામાં આવે છે.

રાજયનો ક્રાઇસીસ મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવેલ છે એવું સૂત્રોએ જણાવ્યું હતું.

No comments:

Post a Comment