Wednesday, April 13, 2011

ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષા પૂર્ણ થયાબાદ અન્ય પરીક્ષાઓનો ધમધમાટ શરૂ

કાલે ગુજકેટ, ૧૬મીએ આઇસેટ, ૧૫ થી ૨૦ એપ્રિલ પ્રેકિટસ અને ૧લી મે ના રોજ છઇઇઇની પરીક્ષા લેવાશે

બોર્ડની પરીક્ષાઓ પંદર-વીસ દિવસ અગાઊ પૂર્ણ થઇ ગઇ છે પરંતુ હજુ ધો. ૧૨ સાયન્સની પરીક્ષા આપનારા
વિદ્યાર્થીઓને શાંતિ નથી ત્યારે બોર્ડની પરીક્ષા માટે દોઢ-બે વર્ષથી તનતોડ મહેનત કરતાં વિદ્યાર્થીઓને પરીક્ષા પૂરી થવા છતાં હજુ તા.૧લી મે સુધી નિરાંત નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર ધો. ૧૨ બોર્ડમાં આવતા વિદ્યાર્થીઓ ધો. ૧૧માં આવતાની સાથેજ ધો. ૧૨ની મહેનત શરૂ કરી દેતા હોય છે. તેમાંય વિદ્યાર્થીઓને ધો. ૧૨ના ટ્યૂશન, અધર કલાસીસ અને વળી ધો. ૧૧ની સાથે સાથે ધો. ૧૨ની પણ મહેનત કરવાની હોય છે ત્યારે વિદ્યાર્થી જાણે આખુ વર્ષ રાહ જોતો હોય કે કયારે પરીક્ષા આવે અને કયારે પરીક્ષા પૂર્ણ થાય ત્યારે ધો. ૧૨ના વિદ્યાર્થીઓને તો હજુ આવતીકાલે ગુજકેટની પરીક્ષા છે.

તે પછી તા. ૧૬ એપ્રિલે આઇસેટ અને તેજ દિવસોમાં તા. ૧૫ થી ૨૦ એપ્રિલ દરમિયાન પ્રેકિટકલ્સની પરીક્ષા છે અને તા. ૧ લી મે ના રોજ છઇઇઇની એકઝામ છે. આમ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને આરામ જ નથી. ગુજકેટ અને છઇઇઇના ટ્યૂશન અને વાંચન ચાલુ છે. આ ટ્યૂશન સંચાલકો પણ આ થોડાક ‘દિ’ના ટ્યૂશન માટે હજારો રૂપિયાની ફી લઇને કમાણીનો ધંધો કરે છે.

જો કે ઘણી સેલ્ફ ફાઇનાન્સ શાળાઓએ પોતાના વિદ્યાર્થીઓને પોતાની શાળામાં જ ગુજકેટ કે છઇઇઇના ટ્યૂશન વ્યવસ્થા કરી છે. રાજયભરમાં આવતીકાલે લેવાનાર ગુજકેટની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાંથી ૯૧ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે. અહ ઊલ્લેખનીય છે કે આ ગુજકેટની પરીક્ષા ફકત ગુજરાતના જ નહ પણ ગુજરાત બહારના તેમજ વિદેશના ૮ વિદ્યાર્થીઓ આપવાના છે.

No comments:

Post a Comment