Tuesday, April 12, 2011

Camp Hanuman Mandir Ahmedabad - દર્શન તા.૧૮મી એપ્રિલથી ઓનલાઇન થઇ શકશે

૧૭મી એ નીકળનારી હનુમાનજીની શોભાયાત્રામાં ૮૦ ગાડીઓ, ૧૫ ટ્રક, અખાડા વગેરે જોડાશે.

ચૈત્ર સુદ પૂનમે ૧૮ એપ્રિલે હનુમાન જયંતીથી કેમ્પ હનુમાનજી મંદિરનાં ઓનલાઇન દર્શન થઇ શકશે. ઊપરાંત સવારે ૧૦ વાગ્યે ૨૫૧ કિલો માવાની કેક ધરાવવામાં આવશે. કેમ્પ હનુમાન મંદિર ટ્રસ્ટીગણ અને
પૂજારી પરિવારે જણાવ્યું હતું કે, હનુમાનજીનાં ઓનલાઇન દર્શન માટે વેબસાઇટનું લોન્ચગ કરાશે.

હનુમાન જયંતીના એક દિવસ પૂર્વે હનુમાનજીના પિતા વાયુ દેવતાના આશીર્વાદ લેવા માટે શોભાયાત્રા દ્વારા વાસણા સ્થિત વાયુદેવના મંદિર જશે.

૧૭મીએ સવારે નીકળનારી શોભાયાત્રામાં ભગવાનનો કાયમી રથ પણ રહેશે. આ વખતે આ યાત્રામાં આશરે પાંચ ઝાંખીઓ, ૮૦ ગાડીઓ, ૧૫ ટ્રકો, ૨૦૦ સ્કૂટરો અને અખાડો સામેલ હશે.

આઠ વાગ્યે અમદાવાદના મેયર રથસ્થિત હનુમાનજીની આરતી ઊતારશે, આર્મીના વડા જી.ઓ.સી. મેજર
જનરલ ઇકબાલસગ સઘા રથને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવશે. હનુમાનયાત્રા શાહીબાગ અન્ડરબિ્રજ, આર.ટી. ઓ. સર્કલ, ઈન્કમટેકસ ઓફિસ ગુજરાત વેપારી મહામંડળ, વી.એસ. હોસ્પિટલ, અંજલિ ચાર રસ્તા થઇને વાસણામાં આવેલા બેરેજ નજીકના વાયુદેવના મંદિરે આશરે બપોરના ૧૩-૩૦ વાગ્યે પહાચશે. ત્યાં
આરતી પૂજા બાદ છપ્પનભોગ ધરાવવામાં આવશે અને ભંડારા બાદ ૧૪-૩૦ પરત નીકળી, નહેરુનગર ચાર રસ્તા, વિજય ચાર રસ્તા, સરદાર પટેલ ચાર રસ્તા થઇ ઊસ્માનપુરા ચાર રસ્તાથી આશ્રમરોડ દ્વારા સુભાષબિ્રજ, શાહીબાગ અન્ડરબિ્રજ થઇને નીજ મંદિરે પધારશે. આ યાત્રાનું૨૧ સ્થળોએ સ્વાગત થશે અને દરેક સ્થળે હનુમાનજીની આરતી ઊતારાશે તથા પ્રસાદ વિતરણ થશે.

પ્રસાદરૂપે ૨૦૦૦ કિલો બુંદી, ૧૫૦૦૦ કેળા, અગણિત ચોકલેટો વગેરેનું વિતરણ થશે.

No comments:

Post a Comment