Tuesday, April 5, 2011

Gujarat Medical Colleges - તમામમાંબાયોમેટિ્રક મશીનો લગાવવાનો મહત્ત્વનો નિર્ણય

મોડા આવવા અને વહેલા જવા માટે ટેવાયેલા ડોકટરો સામે તવાઇ.જો ગેરહાજરી વિશે ધ્યાન નહિ આપે તો એચઓડી અને ડીન સામે પણ કાર્યવાહી થશે.

ગુજરાતની જુદી જુદી હોસ્પિટલો સાથે સંકળાયેલી મેડિકલ, ડેન્ટલ, ફિઝિયોથેરાપિ સહિતની કોલેજોમાં તાજેતરમાં આરોગ્ય વિભાગ દ્વારા ઓચતી તપાસ હાથ ધરવામાં આવી હતી.

જેમાં મોટાભાગની કોલેજોમાં અધ્યાપક ડોકટરો ગેરહાજર જણાયા હતા ત્યારે કેટલાક ડોકટરો પોતાની હાજરી પૂરીને જતા રહેતા હોવાનું પણ બહાર આવ્યું હતું. જેના કારણે આરોગ્ય વિભાગે એક પરિપત્ર કરીને આગામી દિવસોમાં તમામ મેડિકલ અને પેરામેડિકલ કોલેજોના બાયોમેટિ્રક મશીન લગાવવાના આદેશ કરી દીધા છે.

આ ઊપરાંત હવે પછી અધ્યાપકો ગેરહાજર રહે તો તેની જવાબદારી એચઓડી અને ડીન પર નાંખવાની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદ ,વડોદરા, જામનગર, સુરત, રાજકોટ, ભાવનગર, પાટણ અને દાહોદની મેડિકલ કોલેજોને એક પરિપત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ સહિત તમામ કોલેજોનાં અધ્યાપકો ગેરહાજર અથવા તો વહેલા આવીને જતા રહેતા હોવાનું બહાર આવ્યું હતું.

કેટલાક અધ્યાપકોની અન્ય હોસ્પિટલોમાં બદલી કરવામાં આવી હોવા છતાં પોતાની મૂળ સ્થાને જ ફરજ બજાવતાં હોવાનું પણ ધ્યાન પર આવ્યું હતું. આ પ્રકારની પ્રવાૃત્તિઓ ડામવા માટે કડક નિયમો લાદવાનો નિર્ણય કરાયો હતો.

જેમાં હવે પછી આરોગ્ય વિભાગની ટાસ્ક ફોર્સ ટીમ દ્વારા મેડિકલ કોલેજોની અચાનક મુલાકાત લઇને હાજરી
બાબતે તપાસ કરવામાં આવશે.

અનિયમિત આવનારા ડોકટરો સામે શિસ્તભંગની કાર્યવાહી કરાશે. મોડા આવનારા કે વહેલા જનારા તબીબો શિક્ષકની તે દિવસની અડધી પરચુરણ રજા કાપી લેવામાં આવશે. મહિનામાં બે કે વધુ વખત મોડા આવતાં કે વહેલાં જતાં રહેતા ડોકટરોનો તે દિવસની વગર પગારે રજા ગણવામાં આવશે. રજા પર રહેતા ડોકટરોએ અગાઊથી રજા મંજૂર કરાવવી પડશે.

આ માટે એચઓડીને જાણ કરવાની રહેશે. આ ઊપરાંત દરેક કોલેજોએ બાયોમેટિ્રક મશીન લગાવવાના રહેશે. આ મશીન દ્વારા પૂરાયેલી હાજરીનો અહેવાલ દરમાસની આઠમી તારીખ સુધામાં આરોગ્ય વિભાગને મોકલી આપવાનો રહેશે.

No comments:

Post a Comment