Thursday, April 28, 2011

Indian Institute of Management Ahmedabad - ઊત્તમ બિઝનેસ આઇડિયા માટે અવોર્ડ આપશે

અમદાવાદની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ આફ બિઝનેસ મેનેજમેન્ટ (આઇઆઇએમ-એ) માંથી ભણીને બહાર પડેલાં વિદ્યાર્થીઓ પૈકીના જે વિદ્યાર્થીઓ પોતાના ઊત્તમ પ્રકારના બિઝનેસ આઇડિયાથી સારા બિઝનેસ પ્લાનર સાબિત થયા છે તો હવે તેઓ માટે આઇઆઇએમ-એમાં પરત ફરીને પોતાની ઊત્તમ પ્રકારની કામગીરી બદલ અૅવોર્ડ સ્વીકારવા માટે આવવું પડશે કેમ કે આઇઆઇએમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેઓએ સારા બિઝનેસ આઇડિયા દ્વારા બિઝનેસને સફળ બનાવ્યો છે.

તેમના માટે અૅવોર્ડની ઘોષણા કરી છે. આઇઆઇએમના પીયુપીયુ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ દ્વારા સમાજમાં જઇને બેસ્ટ બિઝનેસ કરનારા વિદ્યાર્થીઓને તેમની સફળતા માટે કેશ રૂપિયામાં અવોર્ડ આપવામાં આવશે. ઈન્સ્ટિટ્યૂટના સાત વિદ્યાર્થીઓના ગ્રૂપ દ્વારા તેમની પહેલા તેમની ઈન્સ્ટિટ્યૂટમાં ભણી ગયેલા વિદ્યાર્થીઓને તેમણે સમાજ માટે કરેલી સેવા માટે તેમને અૅવોર્ડ આપીને બિરદાવવામાં આવશે.

આ વર્ષે આઇઆઇએમમાં જે વિદ્યાર્થીઓને ઊંચામાં ઊંચી રકમનો કેશ અવોર્ડ આપવાનો છે જેમાં આઇઆઇએમના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ પોતાની કામગીરી દ્વારા સમાજની જે સેવા કરી તેના માટે ૧ લાખ રૂપિયા રોકડા આપવામાં આવશે. આ પહેલો અૅવોર્ડ હશે જે આઇઆઇએમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને તેમના ઊત્કાૃષ્ટ પ્રકારના આઇડિયા માટે ઊપરાંત તેમના ગ્રોથ અને નવા પ્રકારના આયામો શરૂ કરવા માટે આપવામાં આવશે. આ વર્ષે જે વિદ્યાર્થીઓ પોતાને અૅવોર્ડ માટે દાવેદાર ગણી રહ્યાં હોય તેમની એન્ટ્રીઓ આવવાની શરૂઆત થઇ ગઇ છે. જેમાં બે વિદ્યાર્થીઓની ટીમ કે અભિનવ ગર્ગ અને જયોતિશ સ્વરૂપને અૅવોર્ડ માટે એન્ટ્રી કરી છે. પીએચપીએકસના ચેરમેન ગાંધી અૅવોર્ડ આપશે.

સાત વિદ્યાર્થીઓનું પીએચ પીએકસનું ગ્રૂપ જેમના જુદા જુદા બિઝનેસ આઈડિયા પર વિચાર કર્યા બાદ ઊત્કાૃષ્ટ બિઝ આઇડિયા માટે વિવિધ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પૈકી અૅવોર્ડ માટે પસંદગી ઊતારશે.

No comments:

Post a Comment