Friday, April 8, 2011

Gujarat Congress - ખેલાડીઓને એકલવ્ય અવોર્ડ સાથે યોગ્ય ઈનામ પણ આપો

મુનાફ અને યુસુફને સરકાર દ્વારા ગૌરવયાત્રા અૅવોર્ડ આપવાની જાહેરાતને કાગ્રેસે આવકારી.

ક્રિકેટમાં વર્લ્ડકપ મેળવવા બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવતાં વિધાનસભા વિરોધપક્ષના નેતા શકિતસહ ગોહિલ અને પ્રદેશ કાગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે વર્લ્ડકપ વિજેતા ટીમમાં સામેલ બંને ગુજરાતી ખેલાડીઓ મુનાફ પટેલ અને યુસુફ પઠાણને પ્રોત્સાહન સ્વરૂપે ગુજરાતના ગૌરવરૂપી એકલવ્ય અૅવોર્ડની સાતે યોગ્ય ઈનામ આપી ઊચિત પુરસ્કાર દ્વારા સન્માનિત કરવા જોઇએ તેમ જણાવ્યું હતું.

ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે વર્લ્ડકપમાં ગુજરાતના બે ગુજરાતી ખેલાડીઓ યુસુફ પઠાણ અને મુનાફ પટેલનું ટીમમાં સ્થાન હતું તે તમામ ગુજરાતીઓ માટે ગુજરાતના ર્સ્વિણમ વર્ષમાં ગૌરવપૂર્ણ બની રહેશે.

કાગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત ગૌરવપાત્ર અવોર્ડ આપવાની જાહેરાતને આવકારી હતી.આ વર્ષે ગુજરાત સરકારે ગુજરાતના નવોદિત ખેલાડીઓને પ્રોત્સાહન મળે અને વિશ્વમાં નામના મેળવે તેવા આશયથી ખેલકૂદ મહાકુંભનું આયોજન કર્યું હતું તેવા સમયે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની છે.દિલ્હી તેમજ દેશમાં અન્ય રાજયોએ ભારતીય ટીમમાં પ્રતિનિધિત્વ કરતા

ખેલાડીઓને ઈનામ સ્વરૂપે મોટી-મોટી રકમોની જાહેરાત કરી છે તેમ ગુજરાતના ખેલાડીઓને પ્રોત્સાહન સ્વરૂપે ગુજરાતના ગૌરવરૂપી એકલવ્ય અવોર્ડની સાથે યોગ્ય ઈનામની પણ જાહેરાત કરવી જોઇએ તેવી માંગણી કરી હતી.

No comments:

Post a Comment