Saturday, April 30, 2011

Narendra Modi News - બે પુલનું ઊદ્ઘાટન મુખ્યમંત્રી મોદી કરશે



ઊદ્ઘાટન દરમિયાન અડવાણી હાજર રહેશે અને જાહેરસભા સંબોધશે.

શહેરમાં બની રહેલા બિ્રજ પૈકી ઘણા લાંબા સમયથી બની રહેલા વાડજ-દૂધેશ્વર બિ્રજ અને પરીમલ અન્ડર બિ્રજ આગામી ૧૩ એપ્રિલના રોજ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લા મુકવામાં આવશે આ પ્રસંગે નાયબ વડા પ્રધાન લાલકાષ્ણ અડવાણી ખાસ હાજરી આપશે.

પરીમલ અન્ડરબિ્રજના લોકાર્પણ બાદ સુવિધા શોપગ સેન્ટર ખાતે નરેન્દ્ર મોદી અને લાલકાૃષ્ણ અડવાણી જાહેરસભાને સંબોધશે.

કેન્દ્ર સરકારના જેએનયુઆરએમ અંતર્ગત શહેરમાં બની રહેલા પુલો પૈકી દૂધેશ્વર-વાડજ અને સાબરમતી નદી પર બન્યો છે. ઘણા લાંબા સમય બાદ પૂર્ણ થતાં ૧૩મી એપ્રિલે બંને બિ્રજના લોકાર્પણ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.

વાડજ-દૂધેશ્વર બિ્રજનું નામ કરણ ભાજપના એક માત્ર વડાપ્રધાન પદે રહેલા અટલબિહારી વાજપેયીનું નામ
આપવામાં આવશે. જયારે પરીમલ અંડરબિ્રજનું નામ મહાગુજરાતની ચળવળના પ્રણેતા રવિશંકર મહારાજનું નામ આપવામાં આવશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. અત્રે ઊલ્લેખનીય છે કે સાબરમતી નદી ઊપર હાલ આઠ બિ્રજ આવેલા છે તે તમામના નામ નેશનલ લીડરના નામ પરથી રાખવામાં આવ્યા છે. જેમાં લાલબહાદુર શાસ્ત્રી. બાબા સાહેબ આંબેડકર, સરદાર પટેલ, વિવેકાનંદ, જવાહરલાલ નહેરુ, મહાત્માગાંધી, સુભાષચંદ્ર બોઝ અને ઈન્દિરા ગાંધીના નામ પરથી હાલના પુલોના નામ પાડવામાં આવ્યા છે. હવે ૧૩મી એપ્રિલે લોકાર્પણ પામતા બિ્રજો પૈકી વાડજ-દૂધેશ્વર બિ્રજનું નામ ભાજપના એકમાત્ર વડાપ્રધાન પદે બિરાજેલા અટલબિહારી
વાજપેયીનું નામ આપવામાં આવશે.

જયારે પરીમલ અંડરબિ્રજનું નામ ગુજરાત જયારે સ્વર્ણ જયંતી ઊજવવા જઇ રહ્યું છે. ત્યારે ૧૯૬૦ની ચળવળના પ્રણેતા પૂ. રવિશંકર મહારાજનું નામ આપવામાં આવશે.

No comments:

Post a Comment