Wednesday, April 6, 2011

યુરો-૪ સ્ટાન્ડર્ડ વાહનો ફરજિયાત થતાજુનાવાહનો ગામડાઓમાંજ વેચાય છે

અમદાવાદ-સુરતમાં યુરો-૩ સ્ટાન્ડર્ડના ફોર વ્હીલરો ધરાવતા લોકો ગ્રામ્યવિસ્તારમાં વેચાણ માટે જાય છે.અન્ય શહેરોમાં યુરો-૨ની જગ્યાએ યુરો-૩ સ્ટાન્ડર્ડ વાહનો.

અમદાવાદ અને સુરત જેવા મહાનગરોમાં યુરો-૩ની જગ્યાએ યુરો-૪ ફરજિયાત બનાવી દેવાયું છે. તેવી જ રીતે અન્ય શહેરોમાં પણ યુરો-૩ને ફજિયાત બનાવી દેવાતા યુરો-૨ સ્ટાન્ડર્ડ ધરાવતા જુના વાહનો માટે ગ્રામ્ય સ્તરના માર્કેટમાં જવું પડે છે. જેથી યુરો-૨ સ્ટાન્ડર્ડ ધરાવતા વાહ ધારકોની મુશ્કેલી પણ વધી છે.

સરકારે અમદાવાદ-સુરત જેવા મહાનગરોમાં ફોર-વ્હીલર માટે પુરો-૪ એટલે કે ભારત સ્ટાન્ડર્ડ-૪ને ફરજિયાત બનાવી
દીધા છે. જેના કારણે વર્ષો જુના ફોર વ્હીલરો અને ચાલુ સમયમાં વિવિધ કંપનીઓના યુરો-૩ સ્ટાન્ડર્ડથી ઊત્પાદિત થયેલા વાહનોનું વેચાણ શહેરમાં થઇ શકતું નથી.

જેના કારણે આ વાહનોનું વેચાણ ગ્રામ્ય વિસ્તારમાં થઇ રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદ કે સુરત શહેરમાં યુરો-૩ સ્ટાન્ડર્ડના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી શકાતું નથી. કે વેચાણ પણ થઇ શકતું નથી. જેથી કરી યુરો-૩ સ્ટાન્ડર્ડના વાહનોને ગ્રામ્ય વિસ્તારમાં વેચાણ થઇ રહ્યું છે.

વધુમાં સૂત્રો એ જણાવ્યું હતું કે અમદાવાદ, સુરત જેવા મહાનગરોમાં ફોરવ્હીલર માટે યુરો-૪ ફરજિયાત બનાવી દેવાતા વર્ષોજુના ફોર વ્હીલરો અને વર્તમાન સમયમાં વિવિધ કંપનીઓનો યુરો-૩ સ્ટાન્ડર્ડથી ઊત્પદિત થયેલા વાહનો વેચાણ
શહેરમાં થઇ શકતું નહોવાથી વાહન ધારકોની મુશ્કેલી વધી ગઇ છે.

કારણ કે જે લોકો પાસે યુરો-૩ સ્ટાન્ડર્ડના વાહનો છે. તેમને ગ્રામ્ય વિસ્તારમાં આ વાહનો વેચાણ માટે રાખવા પડે છે.

No comments:

Post a Comment