Thursday, April 28, 2011

Surendranagar Cotton Exchange - હાઇબિ્રડ કોટન ફયૂચર શરૂ કરવા સજજ

એસસીઇને ફોરવર્ડ માર્કેટ કમિશનની મંજૂરીની પ્રતીક્ષા.

સુરેન્દ્રનગર કોટન એકસચેન્જ(એસસીઇ)હવે જુનમાં શરૂ થતી આગામી સિઝનથી હાઇબિ્રડ કોટન ફયુચર લોન્ચ કરશે. આ એકસચેન્જ ફોરવર્ડ માર્કેટ કમિશનની વિધિવત મંજુરીની રાહ જોવામાં વ્યસ્ત છે.

એફએમસીની મંજુરી મળી ગયા બાદ હાઇબિ્રડ કોટન ફયુચરની શરૂઆત કરવામાં આવશે. કોમોડિટી માર્કેટ રેગ્યુલેટર એફએમસી ટુંક સમયમાં જ મંજુરી આપી દે તેવી શકયતા છે. મંજુરી માટેનો પત્ર એક બે દિવસમાં મળે
તેમ માનવામાં આવી રહ્યુ છે. એસસીઇ એક માત્ર ફયુચર પ્રોડકટ છે જે વી-૭૯૭ તરીકે જાણીતા સોર્ટ સ્ટેપલ વેરાઇટી ઊપર આધારિત છે.

૫૦ વર્ષ જુના ક્ષેત્રીય કોમોડિટી એકસચેન્જ હવે એકલા કોટનમા કારોબાર કરે છે. તે છેલ્લા ત્રણ વર્ષથી હાઇબિ્રડ
કોટન ફયુચર કોટન લોન્ચ કરવાના પ્રયાસમાં છે. એક અગ્રણી અંગ્રેજી અખબારને માહિતી આપતા અધિકારીએ કહ્યુ હતુ કે બીટી કોટન ફયુચર કોન્ટ્રાકટ માટે પરવાનગી માંગવામાં આવી છે.

જો કે એફએમસીએ કહ્યુ છે કે પ્રમાણ પત્ર જારી કરવાની બાબત મુશ્કેલરૂપ છે કારણ કે આમા ટેકનિકલી ધ્યાન આપવાની જરૂર પડે છે પરંતુ હાઇબિ્રડ કોટનને મંજુરી આપવામાં હવે કોઇ તકલીફ નથી.

No comments:

Post a Comment