Thursday, April 28, 2011

Amdavad City Updates - ૧૩૦૦ થી વધુ રિક્ષાચાલકોને રાજય સરકારની વીમા યોજના સ્કીમનો લાભ

રાજય સરકારે કુલ ૪૧ જેટલા વ્યવસાયોને આ વીમાયોજના હેઠળ આવરી લેવાનું નક્કી કર્યં છે.

અમદાવાદ શહેરમાં રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા રિક્ષા ડ્રાઇવરોને હવે શહેરના રસ્તાઓ પર વધતા અકસ્માતને કારણે ચતા વ્યાપી ગઇ છે. તેથી હવે રિક્ષાચાલકો પણ વીમો ઊતરાવવા તરફ જાગાત
થયા છે.

શહેરની ઓટોરિક્ષા ચાલક સંઘર્ષ સમિતિના ૧૩૦૦ સભ્યો એકસાથે વીમો ઊતરાવશે. જેમાં પ્રથમ તબક્કામાં ૭૦થી વધુ રિક્ષાચાલકોએ પોતાનો વીમો ઊતરાવ્યો છે. વીમાના પ્રિમિયમની રકમ રૂ. ૨૦૦ છે.જેમાં રૂ. ૧૦૦ ઓટોરિક્ષા ચાલક ભરશે અને રૂ. ૧૦૦ રાજય સરકાર ભરશે.

જેમાં કુદરતી મોત પર રૂ. ૩૦,૦૦૦ અને અકસ્માતમાં માત્યુ થાય તો રૂ. ૭૫૦૦૦નું વીમા કવચ મળશે. એલઆઇસીની જનશ્રી વીમાયોજના અંતર્ગત ગરીબીરેખા નીચે જીવતા લોકો માટે ખાસ વીમા યોજના છે. જેમાં ૪૧ વ્યવસાયમાં કામ કરતા લોકોને આ વીમાયોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જેમાં સુથાર, માછીમાર, રિક્ષા ડ્રાઇવર જેવા ૪૧ વ્યવસાયિક લોકોને આ વીમાયોજનાનો લાભ મળશે.

જે અંતર્ગત ૧૩૦૦ રિક્ષાચાલકો આ વીમાયોજના હેઠળ પોતાનો વીમો ઊતરાવશે આ વીમામાં દરેક સભ્યદીઠ ર્વાિષક પ્રિમિયમ રૂ. ૨૦૦ છે જેમાં રૂા. ૧૦૦ રિક્ષાચાલકોએ પોતે ભરવાના રહેશે અને રૂ. ૧૦૦ રાજય સરકાર તરફથી ભરવામાં આવશે.

હાલના સમયમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે ટ્રાફિકની સાથે-સાથે અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે અને અકસ્માતોથી માત્યુના બનાવ પણ વધ્યા છે. આથી રાજય સરકાર તરફથી રિક્ષાચાલકો અને બીજા
અન્ય ૪૧ જેટલા વ્યવસાય કરતા લોકોને વીમાયોજના અંતર્ગત આવરી લેવાનું નક્કી કરવામાં આવ્યું. જેમાં રિક્ષાચાલકોએ ખૂબજ મોટી સંખ્યામાં વીમો ઊતરાવવા માટે ભાગ લીધો છે.

No comments:

Post a Comment