Wednesday, April 13, 2011

Gujarat State Samachar - રાજયના શહેરોને જોડતી વિમાની સેવા શરૂ

કેપ્ટન જી.આર.ગોપીનાથે ઇન્ટ્રા સ્ટેટ એર ર્સિવસીસ શરૂ કરવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી  એર ટિકિટનો ભાવ રૂ.૨૫૦૦થી ૩,૦૦૦ સુધીનો રહેશે.

દેશની એક પ્રાઇવેટ ડેક્કન એરલાઇન્સ ગુજરાતના જુદાં-જુદાં શહેરોમાં એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી પહાચવા માટે ઇન્ટ્રા સ્ટેટ એર ર્સિવસીસ શરૂ કરવાની યોજના કરી રહી છે.

આ ફલાઇટ શરૂ કરવા માટે ડેક્કન ચાર્ટડ્સ લિ.ના કેપ્ટન જી.આર. ગોપીનાથે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત પણ કરી છે.

ડેક્કન ચાર્ટડ્સ લિ.એ ગુજરાતમાં અમદાવાદથી સુરત સહિત અન્ય બીજા શહેરોમાં એક સ્થળેથી બીજા સ્થલે ફલાઇટથી જવા માટેની શરૂઆત કરવાની વિચારણા કરી રહી છે.

તાજેતરમાં આ પ્લાઇટ સેવા શરૂ કરવા માટે ડેક્કન ચાર્ટડ્સ લિ.ના કેપ્ટન જી.આર.ગોપીનાથ અને ગુજરાત સરકારના અધિકારીઓ સાથે એક બેઠક યોજવામાં આવતી હતી.

ગુજરાત સરકાર ૧લીમે ગુજરાત સ્થાપના દિવસે આ ઇન્ટરસ્ટેટ ફલાઇટ સુવિધા શરૂ કરવાની વિચારણા કરી
રહ્યું છે. પરંતુ એરલાઇન્સ સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યારે હાલમાં એકપણ એરક્રાફટ તૈયાર નથી તેથી
૧લીમેના રોજ આ સેવા શરૂ કરવી એ ઘણી મુશ્કેલ છે. પ્રાઇવેટ એરલાઇન કંપની ૬૦ સીટર-એટીઆર ટર્બોપ્રોય પ્લેન માટે ઓર્ડર આપ્યા છે.

અમદાવાદથી રોજની છ ફલાઇટ શહેરોમાં શરૂ થાય તેવી દરખાસ્ત મૂકી છે. આ ફલાઇટ અમદાવાદથી કંડલા
અને કેશોદ અને રોજની પાંચ ફલાઇટો સુરતથી ભાવનગર કચ્છ અને અમદાવાદથી શરૂ થશે.

સરકારી અધિકારીના સૂત્રોના જણાવ્યા અનુસાર બગ્લોરમાં એર શો દરમ્યાન બે મહિના અગાઊ ગુજરાત ટૂરિઝમ વિભાગના ડાયરેકટર વિપુલ મિત્રા સહિત સરકારનું એક ડેલિગેશન કેપ્ટન જી.આર.ગોપીનાથને મળ્યું હતું.

ત્યાર બાદ જી.આર. ગોપીનાથ આ ઇન્ટ્રા-સ્ટેટ એર ર્સિવસ માટે સેવા શરૂ કરવા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ૨,૫૦૦થી ૩,૦૦૦ રૂપિયા વચ્ચે ભાડાનો દર રાખવામાં આવશે.

No comments:

Post a Comment