Monday, April 4, 2011

ભારે વાહનોના ટેક્ષ ભરવા માટે વધુ દસ દિવસ આપવામાં આવ્યા

૧લી એપ્રિલથી દસ દિવસમાં ભારે વાહનોના ટેક્ષ ભરવાનો હોય છે જે હવે ૨૦ એપ્રિલ સુધી ભરી શકાશે.

આરટીઓ દ્વારા ૧લી એપ્રિલથી ભારે વાહનોનો ટેક્ષ લેવાય છે. તેમાં માત્ર દસ દિવસ જ અપાય છે. તે ઓછો
છે માટે આ દિવસ વધારવામાં આવે તેવી રજૂઆત વાહનચાલકો દ્વારા કરવામાં આવી છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ૧લી એપ્રિલથી ભારે વાહનોનો ટેક્ષ લેવામાં આવે છે.

ટેક્ષ ભરવા માટેનો સમય દસ દિવસનો આપવામાં આવે છે. આ સમયગાળો ઓછો હોવાથી ભારે વાહનોના ટેક્ષ માટેની રજૂઆત ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી. વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે ટેક્ષ ભરવા માટે થઇને આરટીઓ દ્વારા દસ દિવસની મુદત અપાય છે. અને ભારે વાહનોનો ટેક્ષ આ દિવસ દરમ્યાન ભરી દેવાનો હોય છે.

જો આ દિવસ દરમ્યાન ટેક્ષ  ભરવામાં ના આવે તો દંડ સાથે ટેક્ષની વસુલાત આરટીઓ દ્વારા થાય છે. પરંતુ આ વખતે વધુ દિવસની રજૂઆત થતા હવે રાજય ભરની આરટીઓમાં દસ દિવસની જગ્યાએ વધુ દસ દિવસની છૂટ આપવામાં આવી છે.

જેથી હવે ભારે વાહનોનો ટેક્ષ ૨૦ એપ્રિલ સુધી આરટીઓમાં ભરી શકાશે.

No comments:

Post a Comment