Saturday, April 2, 2011

Gujarat State - નવીજંત્રીના અસહ્યભાવ અમલી

જંત્રી રિવિઝનની કાર્યવાહી દર વર્ષમાં હાથ ધરી દર વર્ષે નવી જંત્રી બહાર પડાશ.

સ્થાવર મિલકતોના ભાવ સંદર્ભે નવી જંત્રી તૈયાર - મહેસૂલ મંત્રી.

આજથી નવી જંત્રીના દર અમલી બની રહ્યા છે. રાજય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા હૂકમો જારી કરી દેવાયા બાદ આજથી અમલી બની રહેલા જંત્રીના નવા દરમાં કમરતોડ વધારો માલુમ પડી રહ્યો છે. જેમાં
નવી જંત્રીના દરમાં સરેરાશ બેથી અઢી ગણો જેટલો વધારો થયો છે.

ગુજરાત રાજયમાં સ્થાવર મિલકતની બજાર કમત નક્કી કરવા માર્ગદર્શક રૂપે વૈજ્ઞાનિક ઢબે અદ્યતન રીતે તૈયાર કરેલી જંત્રીના ભાવો તા. ૧ એપ્રિલ ૨૦૧૧થી અમલમાં આવશે.

મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આ જંત્રી (એ.એસ.આર.-૨૦૧૧)
રાજયમાં આવેલા સ્થાવર મિલકતોના ભાવો સંદર્ભે તૈયાર કરવામાં આવી છે. તા. ૧-૪-૨૦૧૧થી આ ભાવો રાજયમાં અમલી ગણાશે.

ગુજરાત રાજયમાં મુંબઈ સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ-૩૨ (ક)ના અસરકારક અમલ માટે રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયની જમીનો-સ્થાવર મિલકતોની બજાર કમત નક્કી કરવા માટે સમયાંતરે જંત્રી નક્કી
કરવામાં આવી છે. હાલની જંત્રી તા. ૧ એપ્રિલ, ૨૦૦૮થી અમલી હતી. મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, રાજયમાં થતાં ઝડપી વિકાસ, ગ્રામ વિકાસ તથા ઔદ્યોગિક, ર્આથક અને શહેરી
પ્રવાૃત્તિઓને લીધે બદલાતી પરિસ્થિતિને ધ્યાને લેતાં દર વર્ષે જંત્રી સુધારવાનું અપગ્રેડ કરવાનું સૈદ્ધાંતિક રીતે નક્કી કરવામાં આવ્યું છે.

જાન્યુઆરી-૨૦૦૯ તથા જુલાઈ ૨૦૦૯માં સર્વે હાથ ધરીને ભાવો મેળવવામાં આવ્યા હતા. ત્યાર બાદ જમીનના બદલાતા ભાવો ધ્યાને લઈ પ્રવર્તમાન ભાવો સર્વે કરી મેળવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ નિર્ણય અનુસાર તા. ૩૧ જાન્યુઆરી ૨૦૧૧ થી તા. ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૧ દરમિયાન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ગ્રામ વિસ્તારની સર્વે કામગીરીમાં ગ્રામ્ય વિસ્તારને ૧ કિ.મી. ટ ૧ ની ૨,૬૧,૨૦૦ જેટલી ગ્રીડોનું ત્રણ પેટા ગ્રીડમાં વિભાજન કરી ગ્રામ્ય વિસ્તારની કુલ ૭,૮૩,૬૦૨ જેટલી પેટા ગ્રીડના ભાવો મેળવવામાં આવેલ. આ માટે બાયસેગ સંસ્થા દ્વારા તે મુજબના નકશા તૈયાર કરી સર્વે માટે ઊપયોગમાં લેવાયા છે કોર્પોરેશન વિસ્તારને ૯,૬૩૮ વેલ્યુઝોન અને નગરપાલિકા વિસ્તારને ૧૨,૨૪૦ વેલ્યુઝોનમાં વિભાજીત કરીને તેના ભાવો મેળવવામાં આવ્યા છે.

No comments:

Post a Comment