Saturday, April 2, 2011

Law Faculty Exam 2011 - પરીક્ષાનો પ્રારંભ પણ બેઠક વ્યવસ્થાના ઠેકાણા નથી

વિદ્યાર્થીઓએ હોબાળો કરતાં તાત્કાલિક ધોરણે કોલેજ સત્તાવાળાઓએ યુનિર્વિસટીમાંથી બેઠક વ્યવસ્થાના
નંબરો મંગાવ્યા.

ગુજરાત યુનિ. દ્વારા લેવાતી પરીક્ષામાં આજથી એલ.એલ.બી.ની પરીક્ષાઓનો પ્રારંભ થશે ત્યારે વિદ્યાર્થીઓ અગાઊના દિવસથી પોતાની બેઠક વ્યવસ્થા અને સીટ નંબર મેળવી લેવાનો આગ્રહ રાખતા હોય છે ત્યારે ગઇકાલે કોલેજ પર પોતાનો સીટ નંબર અને કોલેજ જોવા પહાચેલા વિદ્યાર્થીઓને ધક્કે ચડવું પડ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર આજથી શરૂ થતી લા ફેકલ્ટીની પરીક્ષાના સીટ નંબર અને કોલેજ બે દિવસ અગાઊ કોલેજ સત્તાવાળાઓ બોર્ડ પર મૂકી દેતા હોય છે પરંતુ ગઇકાલે વિદ્યાર્થીઓ પોતાનો સીટ નંબર જોવા કોલેજ પર પહાચ્યા ત્યારે ત્યાં કોઇ સીટ નંબર લગાવેલા નહોતા જો કે મોટાભાગની વિર્દ્યાિથનીઓએ પોતાનો સીટ નંબર અને કોલેજ વેબસાઇટ પરથી મેળવી લાધા પરંતુ પોતાની બેઠક વ્યવસ્થા જોવા જતાં તે કોલેજમાં કોઇ બેઠક વ્યવસ્થાના નંબર લગાવ્યા જ નહોતા.

આથી વિદ્યાર્થીઓ એક કોલેજથી બીજી કોલેજમાં ધક્કે ચડ્યા હતા. આખરે લા-ગાર્ડન સ્થિત એન.એમ. નાણાવટી કોલેજમાં વિદ્યાર્થીઓએ પોતાનો રોષ વ્યકત કર્યો અને હોબાળા કર્યો હતો. જો કે કોલેજ સત્તાવાળાઓએ તાત્કાલિક ધોરણે યુનિર્વિસટીમાંથી બેઠક વ્યવસ્થાના નંબરો મંગાવીને લગાવવા પડ્યા હતા.

No comments:

Post a Comment