Friday, April 1, 2011

Surat News - અમદાવાદની સિવિલ હોસ્પિટલ બાદ હવે સુરતમાં ન્યૂરોહોસ્પિટલ બનશે

રાજયમાં મેડિકલ ક્ષેત્રેરોજેરોજ નવા-નવા સંશોધનો થઇ રહ્યો છે અને કેટલાક અસાધ્યરોગની દવાઓને પણ શોધાઇરહી છે ત્યારે હાલના તબક્કે ગુજરાતએ મેડિકલનું હબ બનવાજઇ રહ્યું છે ત્યારે લોકો બહારથીઆવીને પણ ગુજરાતમાં સારવારકરાવવાનું વધારે યોગ્ય માને છે.

ત્યારે હવે અમદાવાદ બાદ સુરતે પણ એક અદ્યતન અને લોકોને દરેક પ્રકારની સુવિધાઓ મળી રહે તેવી ન્યૂરો હોસ્પિટલ વિકસાવવાનું નક્કી કર્યું છે. આ અંગે મુંબઇ હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ આફ ન્યૂરોસર્જરીના વડાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હવે અમદાવાદ બાદ સુરત શહેરમાં આગામી સમયમાં દુનિયાનં સૌથી મોટું મેડિકલ વિલેજ ખુલશે અને અંદાજે ૧૦૦૦ બેડની હોસ્પિટલ રૂ. ૧૦૦૦ કરોડના ખર્ચે બનશે. જે હોસ્પિટલ ૧૦ એકર જમીનમાં બનાવવામાં આવશે. મહત્ત્વની બાબત એ છે કે આ ૧૦ એકર જમીન દાનમાં આવેલી છે.

ઊલ્લેખનીય છે કે જયારે સુરતમાં પ્રથમ તબક્કામાં ૩૦૦ બેડ, બીજા તબક્કામાં ૫૦૦ બેડ અને ત્રીજા તબક્કામાં ૧૦૦૦ બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે. આ હોસ્પિટલનું ફી નું ધોરણ પણ અન્ય હોસ્પિટલ કરતાં ઓછું રહેશે.ગુજરાતમાં સૌથી મોટી ન્યૂરો હોસ્પિટલનું સર્જન ટૂંક જ સમયમાં સુરતમાં થશે.

No comments:

Post a Comment