Friday, April 1, 2011

કેન્દ્રએ આદિજાતિના વિકાસ માટેરાજયને૨૫૫૮૭કરોડફાળવ્યા

કેન્દ્રએ રાજય સરકાર સામે ગ્રાન્ટના ખર્ચના વિગત માંગતા ફંડના વપરાશનું પ્રમાણપત્ર રજૂ કરાશ.

રાજયના આદિજાતિના વિકાસ માટે ભારત સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં રાજયને ફાળવેલી કુલ રૂા. ૨૫૫૮૭ લાખની ગ્રાન્ટમાંથી વણવપરાયેલ રકમનો હિસાબ માંગતા આદિજાતિ વિભાગ દોડતો થઇ ગયો હતો.

ભારત સરકારની આદિજાતિના વિકાસ માટે આપેલી ગ્રાન્ટ અંગેની માહિતી માટે દેડિયાપાડાના ધારાસભ્ય અમરસહ વસાવાએ પ્રશ્ન પૂછતા તેના જવાબમાં આદિજાતિ વિકાસ પ્રધાન મંગુભાઇ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં ભારત સરકાર તરફથી રાજયને ફાળવેલ ગ્રાન્ટ અને આદિજાતિ વિકાસ કમિશ્નરે આપેલા જવાબ અનુસાર વર્ષ ૨૦૦૮-૦૯ અને ૨૦૦૯-૧૦ દરમિયાન મળેલી કુલ ૯૧૦૨ લાખની ગ્રાન્ટ વણવપરાયેલી પડી છે પરંતુ વર્ષ ૨૦૧૦-૧૧ દરમિયાન મળેલી રૂ. ૧૬૪૮૫ લાખની ગ્રાન્ટમાંથી આદિજાતિના વિકાસના કામોનો ધમધમાટ ચાલુ છે

જયારે રાજય સરકારને કેન્દ્ર પાસેથી મળેલી ગ્રાન્ટ મંજૂરીના હુકમની જોગવાઇ અનુસાર નાણાકીય વર્ષ પૂરં થયાના ૧૨ માસમાં ફંડ વપરાશ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે.

જેથી ગ્રાન્ટ પાછી મોકલવાનો પ્રશ્ન રહેતો નથી. કેન્દ્ર સરકાર પાસેથી આદિજાતિના વિકાસ માટે ફાળવાયેલી
ગ્રાન્ટમાંથી હાલની સ્થિતિએ વિકાસના કામો પ્રગતિમાં છે.

No comments:

Post a Comment