Saturday, April 2, 2011

બારમાસી મસાલામાં આ વર્ષે અસહ્ય ભાવવધારો

 ઓછા ઊત્પાદનના કારણે ભાવોમાં વધારો થયો છે ગત વર્ષ કરતાં બમણા ભાવ.

એપ્રિલ શરૂ થયો અને શરૂ થઇ મસાલાની ખરીદી પરંતુ આવર્ષે મરચાં, હળદર, ધાણા, જીરૂ તથા હગ સહિતના મસાલાના ભાવ ખૂબ વધી ગયા હોવાથી ગાૃહિણીઓ જરૂરિયાત પ્રમાણે જ ખરીદી કરે તેવી ધારણા છે.

આ વર્ષે મસાલામાં થયેલા ભાવ વધારાથી મસાલા ભરવાનું બજેટ પણ ૩૦ થી ૪૦ ટકા જેટલું વધી જશે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત વર્ષ કરતાં આ વર્ષે મસાલાના ભાવમાં વધારો થયો છે છતાં બાર માસી મસાલા તો ભરવા જ પડે.

સામાન્ય રીતે માર્ચ પૂર્ણ થતા અને એપ્રિલની શરૂઆતમાં ગાૃહિણીઓ મસાલા ભરવાનું આયોજન કરે છે. પરંતુ આ વર્ષે મસાલાના ભાવ પણ આસમાને પહાચતા ગાૃહિણીઓ માટે મસાલા ભરવાં તે એક પ્રશ્ન બની ગયો છે.

આ સંદર્ભે શહેરના કાલુપુર વિસ્તારના સુખડીયા વેપારીએ જણાવ્યું હતું કે આ વર્ષે મરચામાં ૪૦ ટકા જેટલો ભાવ વધારો થતાં મરચાની તીખાશ વધી છે. મરચામાં રેશમ પટ્ટો અને ઘોલરનું ઊત્પાદન આંધ્રપ્રદેશ કર્ણાટક અને મહારાષ્ટ્રમાં વધારે થાય છે.

જેવાં કમોસમી વરસાદને લીધે મરચાંના ઉભા પાકમાં બગાડ સર્જાયો હોવાથી ભાવો વધી ગયા છે. એવું જ ધાણામાં પણ થયું છે.

રાજસ્થાન અને સૌરાષ્ટ્રનાં પાકમાં મોટો ઘટાડો થવાથી ગયા વર્ષ કરતાં કવોલિટી પ્રમાણે ભાવ ૪૦ થી ૬૦ ટકા જેટલા ઊંચા બોલાય છે.

જયારે હળદરનો પાક મુખ્યત્વે આંધ્રપ્રદેશ તમિલનાડું અને મહારાષ્ટ્રમાં થાય છે. જયાં ઊત્પાદન ગતવર્ષ કરતાં સામાન્ય રહ્યું છે.

જેથી તેની ખરીદી કિલોએ રૂપિયા ૬૦ થી ૮૦ જેટલી માઘી પડશે. તો જીરૂનું સારું ઊત્પાદન થવા છતાં પ્રતિકૂળ આબોહવાને કારણે ગુણવત્તામાં બગાડ થયો છે. આમ થવાથી સારી ગુણવત્તાનું બારમાસ માટે ભરી શકાય તેવું જીરૂ કિલોએ રૂપિયા ૪૦નો વધારો થયો છે.

તો બીજી બાજુ હગ પાવડર, વરિયાળી, અને રાય-મેથીના કુરિયાના ભાવ પણ વધી ગયા છે. જોકે મરચા અને હળદરના ભાવમાં આંશિક ઘટાડો થાય તેવા એંધાણ છે. પરંતુ તેમાં ગુણવત્તા સાથે સમાધાન કરવું
પડે. જયારે અન્ય મસાલા આ વર્ષે ચોક્કસ તીખાજ રહેશે.

બારમાસની જગ્યાએ મહિનાના જ મસાલા ગાૃહિણીઓ ભરશે સામાન્ય રીતે દર વર્ષે ગાૃહિણીઓ બારમાસનો જ મસાલો ભરી લે છે. પરંતુ આ વર્ષે વધી ગયેલા ભાવના કારણે અમુક ગાૃહિણી બાર માસની
જગ્યાએ મહિનાના જ મસાલા ભરશે તેમાં પણ બજેટ જળવાઇ રહે તે માટે બ્રાન્ડેડ કંપનીના ૧૦૦ ગ્રામથી લઇને કિલોના પેકેટનો આગ્રહ વધારે રાખશે.

No comments:

Post a Comment