Sunday, April 3, 2011

Gujarat State Education Board News - શિક્ષકોને પરીક્ષાના પેપર તપાસવાનું પૂરતું વળતર મળતું નથી

 ગુજરાતમાં ધો.૧૦ અને ધો.૧૨ના પેપર તપાસવાના ૪.૫૦ થી લઇને ૬.૫૦ રૂપિયા મળે છે. તામીલનાડુ, મદ્રાસમાં અને દિલ્હીમાં પેપર તપાસવાના લઘુતમ ૧૦-૧૨રૂપિયા મળે છે જયારે ગુજરાતમાં મહત્તમ ૬.૫૦ મળે છ.

ગુજરાત માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાના પ્રશ્નપત્રો તપાસવાની કામગીરી શરૂ થઇ ગઇ છે. બોર્ડ દ્વારા ધો.૧૦ના પ્રશ્નપત્રો તપાસવાના ૪.૫૦ રૂપિયા અને ધો.૧૨ તપાસવાના સૌથી વધુ. ૬.૫૦ રૂપિયા ચૂકવાય છે. પણ વાસ્તવિકતા એ છે કે ગુજરાતની સરખામણીએ અન્ય રાજયોમાં પેપર તપાસવાના પ્રત્યેક ચુકવણી દીઠ ૧૦-૧૨ રૂપિયા ચૂકવાય છે.

મહારાષ્ટ્ર, દિલ્હી અને તામીલનાડુ જેવા રાજયોમાં પ્રશ્નપત્રો તપાસવાની કામગીરીમાં શિક્ષકોને ગુજરાતના શિક્ષકો કરતાં વધુ મહેનતાણું ચૂકવાય છે.

ગુજરાત માધ્યમિક અને ઊચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત વર્ષે ધો.૧૦ની પ્રશ્નપત્ર તપાસવાની કામગીરીના એક ઊત્તરવહી દીઠ શિક્ષકને ૩.૫૦ રૂપિયા ચૂકવાયા બાદમાં આ વર્ષે તેમાં ૧ રૂપિયાનો વધારો થયો.

ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં પણ ઊતરવહી દીઠ ૧ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ પ્રશ્નોને ઊત્તરવહી તપાસવા દીઠ - ૫.૫૦ રૂપિયાથી લઇ ૬.૫૦ રૂપિયા ચૂકવવામાં આવે છે.

ગુજરાતમાધ્યમિક અને ઊચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના એક પ્રતિનિધિ મંડળે થોડા વર્ષો પહેલા વિવિધ રાજયોમાં સ્કૂલ વ્યવસ્થા અને તેને લઇને મુલાકાત લઇને તેનો અહેવાલ તૈયાર કર્યો હતો જેમાં એક વાત પણ ઊમેરવામાં આવી હતી કે બીજા રાજયોમાં સ્કૂલોના શિક્ષકોને પ્રશ્નપત્ર તપાસવાના વધુ રૂપિયા ચૂકવવામાં આવે છે.

પણ આપણા રાજયમાં તે દર સામાન્ય છે તેવી થોડા મહિના પહેલાં ૧ રૂપિયાનો વધારો કરાયો પણ તામીલનાડુમાં ઊત્તરવહી તપાસવાના ૧૦- ૧૪ રૂપિયા શિક્ષકોને ચૂકવાય છે. દિલ્હીમાં સીબીએસઇ બોર્ડ શિક્ષકોને ૮-૧૬ રૂપિયા પ્રમાણે ઊત્તરવહી દીઠ ચૂકવે છે.

તો મહારાષ્ટ્રમાં ૮ રૂપિયા ૧૮ રૂપિયા શિક્ષકોને મહેનતાણું ચૂકવાય છે. એક શિક્ષકે જણાવ્યું કે બોર્ડ દ્વારા પેપર તપાસવાી કામગીરીમાં મહેનતાણાંના નામે માત્ર થોડા રૂપિયા ચૂકવાય છે. અને એક ભૂલ થાય તો ૧૦૦ રૂપિયા દંડ કરવામાં આવે છે.

પણ એમા તપાસવાના રૂપિયા વધારવામાં આવતા નથી આ બોર્ડની શિક્ષક વિરોધી નિતિ છ.

No comments:

Post a Comment